મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રસિંહજી સાયન્સ કૉલેજ ખાતે એનસીસી કેડેટનો વિદાઈ સમારોહ યોજાયો


SHARE









મોરબીની મહેન્દ્રસિંહજી સાયન્સ કૉલેજ ખાતે એનસીસી કેડેટનો વિદાઈ સમારોહ યોજાયો

મોરબીમાં આવેલ શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત મહારાજા મહેન્દ્રસિંહ જી સાયન્સ કૉલેજ ખાતે સીનીયર ડિવિઝન એનસીસી કેડેટ કે જેઓ એ C  સર્ટીફીકેટની પરીક્ષા પૂર્ણ કરી હતી તેમનો ખૂબ જ દબદબા ભેર વિદાઈ સમારંભ યોજવામાં આવેલ હતો. જેમાં નવાનિયુક્ત સીનીયર અન્ડર ઓફિસર આયુષ ડાભી તેમજ એંકર ધૃમિ દવે તથા સંબિતા ચૌધરી તેમજ તમામ પ્રથમ દ્વિતીય વર્ષના કેડેટોએ ખૂબજ મહેનત કરી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ભૂતપૂર્વ NCC ઓફિસર  કેપ્ટન શર્મા તેમજ ત્રણેય કૉલેજના પ્રિન્સિપાલ તથા સાયન્સ કોલેજના તમામ પ્રોફેસર હાજર હતા. નવા નિયુક્ત પામેલ NCC ઓફિસર  ચૌધરી તેમજ આ કૉલેજના પ્રિન્સિપાલ માંડવીયાએ જણાવ્યુ હતું કે, આ કાર્યક્રમનું તમામ  સંચાલન  વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતો અને આ કાર્યક્રમના અંતે વિદાઈ પામતા કેડેટમાં SUO જય હડિયલ, UO સંધ્યા સોલંકી, સાગરગિરિ ગોસાઈ, ગૌતમ રાઠોડ,  હેતલ રાઠોડ, કૃપાલી સંચાનીયા, કોમલ ઝીંઝુવાડિયા, સંજના શેખાણી, અભિષેક જડફા, પાથર દિવ્યેશ તથા બ્રીજરાજસિંહ તમામે NCC તથા તેમના રાષ્ટ્રીય સ્તર કેમ્પના અનુભવો જણાવ્યા હતા ત્યારે સર્વોદય એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી રજનીભાઈ મહેતા તેમજ દેવાંગભાઈ દોશીએ સહુને શુભેચ્છા પાઠવેલ હતી




Latest News