બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામના પાટિયા પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા ઘરે પરત જઇ રહેલા યુવાનનું મોત


SHARE











મોરબીના સોખડા ગામના પાટિયા પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા ઘરે પરત જ રહેલા યુવાનનું મોત

માળીયા મીયાણા ખાતે રહેતો અને સોખડા ગામ પાસે આવેલ કારખાનામાં સફાઈનું કામ કરતો યુવાન પોતાનું કામ પૂરું કરીને બાઇક લઈને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં સોખડા ગામના પાટીયા પાસે તે રોડ સાઈડમાં પોતાનું બાઈક લઈને ઉભો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે અચાનક વળાંક લઈ લેતા તે યુવાનને બાઇક સહિત હડફેટે લીધો હતો અને તે યુવાનને હાથ, પેટ અને થાપાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શિવમ પાર્ક ઉમિયા પાર્કની અંદરના ભાગમાં રહેતા નવીનભાઈ મગનભાઈ વાણીયા જાતે વાલ્મિકી (૩૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર આરજે ૩૨ જીડી ૩૩૫૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, માળીયા મીયાણા ખાતે રહેતા તેના મોટાભાઈ મેહુલભાઈ મગનભાઈ વાણીયા જાતે વાલ્મિકી (૪૩) સોખડા ગામ પાસે આવેલ કારખાનામાં સફાઈ કામ કરવા માટે થઈને આવ્યા હતા અને ત્યાં પોતાનું કામ પૂરું કર્યા બાદ તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા અને સોખડા ગામ તરફથી પૂર ઝડપે આવી રહેલ ટ્રક ટ્રેલરના ચાલકે અચાનક જ વળાંક લઈ લેતા સોખડા ગામના પાટિયા પાસે રોડ સાઈડમાં ઉભેલા ફરિયાદીના મોટાભાઈ મેહુલભાઈને તેના બાઈક નંબર જીજે ૩ એડી ૪૦૭૯ સાથે હડફેટે લીધા હતા અને ત્યારે તેને હાથ, પેટ અને થાપાના ભાગે ઇજાઓ થઇ હોવાથી મેહુલભાઈનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને અકસ્માતના આ બનાવના લીધે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News