મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ગૌરક્ષકોના વાહનને ઉડાવવાનો પ્રયાસ: ૨૨ પાડાને કતલખાને લઈ જતાં બચાવ્યા


SHARE







માળીયા (મી) નજીક ગૌરક્ષકોના વાહનને ઉડાવવાનો પ્રયાસ: ૨૨ પાડાને કતલખાને લઈ જતાં બચાવ્યા

માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ સીએનજી પમ્પથી આગળના ભાગમાં પસાર થઈ રહેલ પીકઅપ વાહનને રોકવા માટે ગૌરક્ષકોએ તેનું વાહન આગળ કર્યું હતું ત્યારે અબોલજીવ વાહનમાં ભરીને કતલખાને લઈ જતાં વાહનના ચાલકે તેનું વાહન ગૌરક્ષોના વાહનમાં અથડાવ્યું હતું અને ત્યાર બાદ તે પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી પોલીસને સાથે રાખીને વાહનને ચેક કર્યું હતું ત્યારે તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ૨૦ પાડા મળી આવતા પોલીસે પાડા તેમજ વાહન મળીને ૨.૪૦ લાખના મુદ્દામાલને કબજે કર્યો હતો અને વાહન છોડીને નાસી ગયેલા વાહન ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ કચ્છ માળીયા હાઇવે રોડ ઉપરથી વાહનમાં અબોલજીવને કતલખાને લઈ જવાના છે તેવી હકીકત મોરબીના ગૌરક્ષકોને મળી હતી જેથી કરીને ગૌરક્ષકો ત્યાં પોલીસને સાથે રાખીને વોચમાં હતા ત્યારે માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ સીએનજી પંપથી આગળના ભાગમાં અશોક લેલન પીકપ ગાડી નંબર જીજે ૧૦ ટીએક્સ ૮૭૮૧ પસાર થઈ રહ્યું હતું જેને રોકવા માટે થઈને પ્રયત્ન કર્યો હતો ત્યારે વાહન ચાલકે પોતાની ગાડીને હંકારી મૂકી હતી અને તે ગાડીને રોકવા માટે ગૌરક્ષકોએ આગળ પોતાની ગાડી કરતાં તે શખ્સ ગૌરક્ષકોના વાહનમાં પોતાની ગાડી અથડાવીને તેનું વાહન છોડીને પીકપ ગાડીનો ચાલક સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો તે વાહનને ચેક કરવામાં આવતા તેના ઠાઠામાં ૨૦ પાડાને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને ૪૦ હજાર રૂપિયાની કિંમતના પાડા તેમજ બે લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને ૨.૪૦ લાખનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા જાતે સોની (૩૨) રહે. વેરાઇ શેરી દરબારગઢ પાસે મોરબી વાળાએ પીકઅપ વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News