મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક જમવાનું પાર્સલ લેવા જતાં બે યુવાનના એક્ટિવને ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા એકનું મોત


SHARE













વાંકાનેર નજીક જમવાનું પાર્સલ લેવા જતાં બે યુવાનના એક્ટિવને ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા એકનું મોત

વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકાથી આગળ ગાયત્રી ચેમ્બરની સામે રોડ ઉપરથી ડબલ સવારી એકટીવા પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રેક્ટરના ચાલકે તે ડબલ સવારી એકટીવાને લેતા જમવાનું પાર્સલ લેવા માટે જઈ રહેલા બે યુવાનો પૈકીના એકટીવા ચાલકને વધુ ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ફરિયાદીને પણ ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા છે અને અકસ્માત સર્જીને ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા અને મજૂરી કામ કરતા સોહિલભાઈ ગનીભાઈ બાદી જાતે મોમીન (૨૧) નામના યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર નંબર જીજે ૧૩ એએમ ૭૩૩૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તે તેના મિત્ર ગુરુપ્રસાદ રથભાઈ બિન્દાણી જાતે લુહાર (૨૨)ની સાથે એકટીવા નંબર જીજે ૩૬ એએચ ૬૨૧૧ માં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકાથી આગળ ગાયત્રી ચેમ્બર સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એકટીવા ને ટ્રેક્ટર ચાલકે હડફેટે લીધું હતું અને અકસ્માત થયો હતો આ બનાવમાં એકટીવા ચલાવનાર ગુરુપ્રસાદને માથા, છાતી અને ડાબા પગમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેનું મોત નીપજયું હતું અને ફરિયાદીને પણ શરીરે તથા મણકાના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ થયેલ ચેજેથી કરીને તેને સારવાર લીધા બાદ હાલમાં અકસ્માત સર્જીને નાશી ગયેલા ટ્રેક્ટર ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તરૂણ સારવારમાં

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતો મહમદ સરફરાજ પીર (૧૫) નામનો તરુણ ગામથી નીકળીને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થવાથી તેને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ઈંટોના ભઠ્ઠા પાસેથી બાઈક લઈને ગોપાલ ખેંગાર રેસીયા (૨૫) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે રેલવે ફાટક નજીક કોઈ કારણોસર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે




Latest News