બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા-સરતાનપર રોડે અજાણ્યા વાહને ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત


SHARE











વાંકાનેરના રાતાવિરડા-સરતાનપર રોડે અજાણ્યા વાહને ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડાથી સરતાનપર રોડ ઉપર આવેલ પુલિયા પાસે અજાણ્યા વાહન ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તે અકસ્માતના બનાવમાં એક યુવાનનું મોત નીપજયું હતું અને એકને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં મૃતક યુવાનના પત્નીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવન જાણવા મળતી માહિતી મુજબ મૂળ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાઈજીવાળું ફળિયુ સરોડા ગામના રહેવાસી વીનાબેન બાદરભાઈ ચૌહાણ (૪૦) નામની મહિલાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના રાતાવિરડાથી સરતાનપર રોડ ઉપર આવેલ સ્વેલ સીરામીક પહેલાના નાના પુલિયા પાસેથી તેના પતિ બાદરભાઇ બાબરભાઈ ચૌહાણ જાતે ઠાકોર પોતાનું બાઈક નંબર જીજે ૩૬ ડી ૬૬૦૩ લઈને જઈ રહ્યા હતા ત્યારે તે બાઇકમાં તેની સાથે અજયકુમાર રાણે પણ બેઠો હતો અને આ ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલાકે પાછળથી ઠોકર મારતા બાદરભાઇ તથા અજયકુમારને શરીરે ઇજાઓ થઈ હતી અને બાદરભાઈને વધુ ઇજાઓ થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો જેથી આ બનાવમાં મૃતક યુવાનના પત્ની દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા મનોજભાઈ મગનભાઈ ગડારા (૩૪) અને કાંતિલાલ રણછોડભાઈ અમૃતિયા (૬૨) નામના બે વ્યક્તિઓ બાઈક ઉપર બાપાસીતારામની મઢુલી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર રસ્તામાં તેનું બાઈક સ્લીપ થયું હતું અને જેથી તે બંનેને ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલા બંનેને સારવાર માટે મોરબીની ખાનદાની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News