હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાંથી કોડીનયુક્ત કફ સીરપનો જથ્થો પકડવાના ગુનામાં પકાયેલ બંને ટ્રાન્સપોર્ટર જેલ હવાલે: આઇસર કબ્જે કર્યું


SHARE













મોરબીમાંથી કોડીનયુક્ત કફ સીરપનો જથ્થો પકડવાના ગુનામાં પકાયેલ બંને ટ્રાન્સપોર્ટર જેલ હવાલે: આઇસર કબ્જે કર્યું

મોરબીના લાતી પ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી કોડીનયુકત કફ સીરપનો જથ્થો પકડાયો હતો અને તે ગુનામાં પહેલા મોરબી અને બાદમાં રાજકોટના ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરવામાં આવી હતી જે બંને આરોપીના રિમાન્ડ પૂરા થતાં તે બંનેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને રાજકોટનો ટ્રાન્સપોર્ટર જાતે તેના આઇસરમાં નસીલી સિરપ લઈને આપવા માટે આવ્યો હતો જેથી કરીને તે વાહને મોરબી તાલુકા પોલીસની ટીમે કબજે કરેલ છે

મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી નશાકારક કોડીનયુકત કફ સીરપની ૧૦ હજાર બોટલો કિંમત રૂા.૨૦,૫૪,૮૦૦ તથા એક મોબાઇલ ફોન ૫,૦૦૦ એમ કુલ મળીને રૂા.૨૦,૫૯,૮૦૦ ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી ટ્રાન્સપોર્ટર આશીફ આમદભાઇ સીપાઇની પોલીસે ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા ત્યાર બાદ આ ગુનામાં પોલીસે મોરબી સુધી માલ આપવા માટે આવેલ રાજકોટના ટ્રાન્સપોર્ટર ગોપાલ પરબતભાઇ ભરવાડ રહે. રાજકોટ નવાગામ વાળાની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ મેળવ્યા હતા જે બંને આરોપીના રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે વધુમાં મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળા પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ રાજકોટનો ટ્રાન્સપોર્ટર ગોપાલ પરબતભઇ સીંધવ જાતે ભરવાડ તેનો ડ્રાઈવર રજા ઉપર હોવાથી જાતે આઇસરમાં નસીલી સિરપનું પાર્સલ લઈને મોરબીના ગોડાઉન સુધી મૂકવા માટે આવ્યો હતો અને તે ગુનાના કામે હાલમાં પોલીસે આઇસર વાહનને કબ્જે લીધેલ છે અને દિલ્હીથી માલ મોકલાવનાર શખ્સ સુધી પહોચવા માટે જુદીજુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગર ખાતે રહેતા ભાવનાબેન મનોજભાઈ કડેવાર (૩૫) નામની મહિલાને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામચોકના ઢાળિયા પાસે ઓટો રીક્ષાના ચાલાકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માત કરીને રિક્ષાવાળો ભાગી ગયો હતો જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની મોરબી એ ડિવિઝનને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે






Latest News