બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં રહેતી સગર્ભા મહિલા સિંદુર પી જતાં સારવારમાં


SHARE











મોરબી નજીક કારખાનામાં રહેતી સગર્ભા મહિલા સિંદુર પી જતાં સારવારમાં

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર સિંદૂર પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ આરટીઓ ઓફિસની પાછળના ભાગમાં આવેલ સીરામીક કારખાનામાં રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી ભાથીજી બીજુભાઈ સેનાપતિ નામની સગર્ભા મહિલાએ કોઈ કારણોસર પોતાની ઓરડી હતી ત્યારે ત્યાં સિંદૂર પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પરણીતાને પાંચ માસનો ગર્ભ છે અને તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા તપાસ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસેથી બાઈક લઈને સુરેશ ગમોરભાઈ (૫૮) નામના વૃદ્ધ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેઓ રસ્તા ઉપર પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલ સાથે લઈ જવામાં આવેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની  નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ અતિથિ પેપર મીલ ખાતે રહેતા બસીરઅલીભાઈ સમશેરઅલીભાઈ (૩૪) નામનો યુવાન પેપરમીલમાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News