બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી રોકડા ૧.૭૦ લાખની ચોરીના ગુનામાં પૂર્વ કર્મચારીની ધરપકડ


SHARE











મોરબીમાં હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી રોકડા ૧.૭૦ લાખની ચોરીના ગુનામાં પૂર્વ કર્મચારીની ધરપકડ

મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ ગોકુલ હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોરમાં પ્રવેશ કરીને ત્યાં ટેબલના ખાનામાં રાખવામા આવેલ રોકડા ૧.૭૦ લાખની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને દ્વારા અજાણ્યા શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં હોસ્પીટલમાં જ નર્સિંગ સ્ટાફ તરીકે અગાઉ કામ કરતાં પૂર્વ કર્મચારીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલા રૂપિયા પણ પોલીસે રિકવર કરી લીધેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક આવેલ ગોકુલમથુરામાં આવેલ ધ્યેય એપાર્ટમેન્ટમાં રહેતા વિમલભાઈ જેરામભાઈ બોડા જાતે પટેલ (૩૯)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કેમોરબીના સાવસર પ્લોટ શેરી નં-૧૨ માં ગોકુલ હોસ્પિટલ આવેલ છે અને તેમાં કાર્યરત આર્ય મેડિકલ સ્ટોરમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ડોક્ટરની ઓફિસમાંથી ચાવી મેળવીને મેડિકલ સ્ટોરનો દરવાજો ખોલી મેડિકલ સ્ટોરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં ટેબલના ખાનામાં રાખવામાં આવેલા ૧.૭૦ લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવી હોવા અંગેની યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.વી. પાતાળિયા સહિતની ટીમ ચલાવી રહી હતી અને હોસ્પિયલના સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવતા આ હોસ્પિટલમાં અગાઉ નસિંગના સ્ટાફ તરીકે કામ કરતા હિતેન ઉર્ફે નૈતિક રાજેશભાઈ જોશી (૨૨) રહે. હાલ મોરબી મૂળ રહે. પઢિયારકા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ રૂપિયા પોલીસે રિકવર કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ આ શખ્સ પહેલા ત્યાં નોકરી કરતો હતો જેથી ચાવીઓ કયા રાખવામા આવે છે તેની માહિતી તેની પાસે હતી અને ત્યનો સ્ટાફ આરોપીને જાણતો હોવાથી તે ઘણી વખત ત્યાં રાતે આવતો હતો અને તકનો લાભ લઈને તેને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલમાં પોલીસે આરોપીના રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે






Latest News