મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં ઇમામના ગેટ પાસે જાહેરમાં જુગાર રમતા ૬ જુગારી ૧૦,૬૧૦ ની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીના વીસીપરામાં ઇમામના ગેટ પાસે જાહેરમાં જુગાર રમતા ૬ જુગારી ૧૦,૬૧૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં ઇમામના ગેટ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેની પાસેથી ૧૦,૬૦૧ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ઇમામના ગેટ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બી ડિવિઝન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મુસ્તુફાભાઈ જુમાભાઇ પારેઘી જાતે મિયાણા (૨૫), હુસૈનભાઈ ગફારભાઈ માલાણી જાતે મિયાણા (૩૦), અયુબભાઈ હુસેનભાઇ સખૈયા જાતે મિયાણા (૩૩), નજીરમામદ હુસેનભાઇ સંધવાણી જાતે મિયાણા (૫૧) અને અખ્તરભાઇ ગુલમામદભાઇ ઢુંસા જાતે મિયાણા (૩૩) રહે. બધા વીસીપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦,૬૧૦ રૂપિયા રોકડા કબજે કર્યા હતા અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરમાં આવેલ વાસુકી દાદાના મંદિર સામેની કટ પાસેથી કુંભારપરામાં ગરબી ચોક પાસે રહેતા વિરમભાઈ કાનજીભાઈ ભૂંભારિયા જાતે ભરવાડ (૨૬) નામનો યુવાન બુલેટ નંબર જીજે ૩૬ એએચ ૬૩ લઈને નર્સરી ચોકડીથી વાંકાનેર તરફ જતા રસ્તા ઉપર જઈ રહ્યો હતો ત્યારે સામેથી બાઈક નંબર જીજે ૩૬ એએમ ૧૨૦૦ ના ચાલકે તેનું વાહન રોંગ સાઈડમાં પૂરઝડપે ચલાવીને ફરિયાદીના બુલેટ સાથે અથડાવતા ફરિયાદીને જમણા પગમાં ફેક્ચર થયું હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેણે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ વાલજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે




Latest News