અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી: મારામારી કરો તો ૧૩ વર્ષે પણ પોલીસ પકડે ખરી, હુમલાખોર સુરતથી પકડાયો


SHARE











મોરબી: મારામારી કરો તો ૧૩ વર્ષે પણ પોલીસ પકડે ખરી, હુમલાખોર સુરતથી પકડાયો

મોરબીમાં ૧૩ વર્ષ પહેલાં કરવામાં આવેલી મારામારીના બનાવમાં નાસ્તો ફરતો આરોપી સુરત ખાતે હોવાની બાતમીના આધારે મોરબી પેરોલ ફર્લો સ્ટાફે હુમલાખોરને સુરત ખાતેથી પકડી પાડી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો.

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે મારામારીના ૧૩ વર્ષ જુના ગુનામાં ફરાર આરોપીને સુરત ખાતેથી પકડીને એ ડિવિઝનને સોંપ્યો છે.આ બાબતે પોલીસમાંથી વધુમાં મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ ૨૦૧૧ માં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુરામ જયનારાયણ બિશ્નોઈ રહે.ખારીયા મીઠાપુર તા.બિલાડા જી.જોધપુર, રાજસ્થાન છેલ્લા ૧૩ વર્ષથી ફરાર હતો.દરમિયાનમાં પેરોલની ટીમના જીજ્ઞાશાબેન કણસાગરા, ચંદ્રકાંત વામજા, જયેશ વાઘેલા અને બ્રીજેશ કાસુન્દ્રાને બાતમી મળી હતી કે તે સુરતના કોસંબા પાસેના નેશનલ હાઈવે ઉપરની નગીના હોટલ ખાતે છે. આવી પાકી બાતમી મળતા ઉપરી અધીકારીઓને વાકેફ કરીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ સુરત પહોંચી હતી અને સુરતમાં નગીના હોટલ નજીક પહોંચીને વોચ તપાસ કરતાં મારામારીનો ફરાર આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુરામ જયનારાયણ બિશ્નોઈ (ઉંમર ૪૨) મૂળ રહે.રાજસ્થાન ત્યાંથી મળી ઈવતા તેને હસ્તગત કરીને તપાસના કામે મોરબી લાવવામાં આવ્યો હતો અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વર્ષ-૨૦૧૧ ના ગુનામાં તે ફરાર હોય તેની તપાસ હાલ પીએસઆઇ કરકર ચલાવી રહ્યા હોય તે ગુનામાં આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુરામ જયનારાયણ બિશ્નોઈની પીએસઆઇ કરકર દ્રારા ધરપકડ કરવામાં આવેલ છે.
ઇજાગ્રસ્ત સગીર સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રહેતો ધવલ દિનેશભાઈ પરમાર નામનો ૧૬ વર્ષના સગીરને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે અહિંની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.તે બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગરના નાલા પાસે તેમના બાઈકની આડે અચાનક રીક્ષા આડી ઉતરતા વાહન સહિત તેઓ નીચે પડી ગયા હતા.જે બનાવમાં ઇજા પહોંચતા તેને સારવારમાં લાવવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ નોંધ કરીને તપાસ કરી હતી.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા નજીક આવેલ સોબર સિરામિક પાસે રહીને મજૂરી કામ કરતા રમેશભાઈ લક્ષમણભાઇ શંખેસરિયા નામનો ૪૦ વર્ષનો યુવાન તા.૨૫-૩ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામીક નજીકથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ જતા તેને ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જે અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News