મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા ભાજપ, યંગ ઇન્ડીયા, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ સહિત સેવાભાવીઓએ અલગ રીતે હોળી ઉત્સવ ઉજવાયો


SHARE







મોરબીમાં યુવા ભાજપ, યંગ ઇન્ડીયા, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ સહિત સેવાભાવીઓએ અલગ રીતે હોળી ઉત્સવ ઉજવાયો 

મોરબીના જુદા જુદા સંગઠનો દ્વારા સેવા ભાવના સાથે હોળી તથા ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યુવા ભાજપ, યંગ ઇન્ડિયા ગ્રુપ, અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ તથા અન્ય નામી-અનામી લોકો દ્વારા બે દિવસ દરમિયાન જરૂરિયાતમંદોને જુદી જુદી રીતે સેવા-મદદ કરવામાં આવી હતી જેમાં લોકોને ખાવા પીવાની ચીજ વસ્તુઓ તેમજ રંગ પિચકારી સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી તેમજ વિકાસ વિદ્યાલય અને વૃદ્ધાશ્રમ ખાતે આ સંસ્થાઓ તેમજ પોલીસ વિભાગ દ્વારા પહોંચીને તેઓની સાથે રંગ ઉડાડીને તહેવાર મનાવવામાં આવ્યો હતો.

શહેર યુવા મોરચા

સેવા પરમો ધર્મ મોરબી શહેર યુવા મોરચા દ્વારા હોળી પર્વ નિમિતે વિકાસ વિદ્યાલયની બાળાઓને પિચકારી, કલર વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ નિમિતે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મંત્રી નીરજભાઈ ભટ્ટ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ સાગરભાઈ સદાતિયા, શહેર યુવા પ્રમુખ જયદીપભાઈ પટેલ, રાજકોટ જિલ્લા યુવા મોરચા પ્રભારી મહાવીરસિંહ જાડેજા, કચ્છ જિલ્લા યુવા મોરચા પ્રભારી સુખદેવભાઈ દેલવાણીયા, શહેર યુવા મોરચા મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા તથા યુવરાજસિંહ, જયપાલસિંહ તેમજ યુવા મોરચાના હોદેદારો હાજર રહ્યા હતા.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીમાં દરેક તહેવારો અને વ્યક્તિગત પ્રસંગોની પણ અનોખી રીતે એટલે જે જીવન જરૂરી ચીજવસ્તુઓથી વંચિત હોય એવા બાળકો અને નિરાધાર લોકોને પ્રેમભાવથીએ ચીજવસ્તુઓ આપી તેના ચહેરાની ખુશી જોઈ પોતે પણ ભાવ વિભોર થનાર યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારીએ જણાવ્યું હતું કે, રંગોત્સવ એટલે સામેના વ્યક્તિની અંદર રહેલા કામ ક્રોધ, લાલચ, ધન લાલસા જેવા કાયરતાપૂર્ણ દુર્ગુણો ઉપર અબીલ ગુલાલના સદગુણો રૂપી કલરોથી રંગીને દુર્ગુણ ભૂલીને સ્નેહથી નવેસરથી જિંદગી જીવવી.આવા જ આદર્શ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ ધુળેટીની ઉજવણી કરવાના ભાગરૂપે વંચિત જે જુદી જુદી જગ્યાએ આવેલ ઝૂંપટપટ્ટીમાં રહેતા બાળકોને કલર, પિચકારી, ખજૂર, મીઠાઈના બોક્સ આપીને તેમજ વિકાસ વિધાલયની તમામ બળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલોને કલરોની સાથે અંતરના ઉમળકાથી સ્નેહસભર રીતે રંગ લગાવતા વૃદ્ધાશ્રમના વડીલો ભાવુક થઈ ગયા હતા. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વવારા દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે તેના ભાગરૂપે ધુળેટીના પવન અવસર પર જે અધર્મ પર ધર્મ ના વિજયરૂપે તથા તમામ ભેદભાવ ભૂલીને પ્રેમમય સમરસતા, સમાનતા અને દુશ્મનાવટ ભૂલીને મૈત્રીભાવ પ્રગટ કરીને દરેકને એકબીજાને સુખ દુઃખમાં અનુકૂળ રહીને જીવવું તેવો મેસેજ આપ્યો હતો.

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા હોળી પર્વની અનોખી ઉજવણી

હોળીની ઉજવણી આસુરી શક્તિ ઉપર વિજયની ખુશાલીરૂપે રંગોથી રંગાઇ જઇ કરવામાં આવે છે. સમગ્ર દેશમાં આ તહેવારે લોકો રંગબેરંગી પીચકારીઓ, ધાણી અને ખજુરની ખરીદી કરતા હોય છે પરંતુ મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હોળી પર્વ નિમિતે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપની બહેનો દ્વારા મોરબીના રવાપર-ઘુનડા રોડ પર તથા કામધેનુ પાસે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા લોકોને ખજૂર, ધાણી, ડાળીયા સહિતના ૨૫૦ થી વધુ પેકેટ બનાવી વિતરણ કરવામાં આવ્યા હતા.અણધારી હોળી ઉત્સવની સામગ્રી મેળવીને બાળકો સહિત લોકો ખુશ થયા હતા અને અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્યોને આશીર્વાદ પણ આપ્યા હતા.

પોલીસ વિભાગ દ્વારા ઉજવણી

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા શહેરના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ બાલઆશ્રમ ખાતે તથા વૃદ્ધાશ્રમ ખાતે પહોંચીને તેઓની સાથે ગુલાલની છોળ ઉડાડીને તેમજ ખજૂર અને ધાણીનું વિતરણ કરીને તહેવાર ઉજવવામાં આવ્યો હતો.






Latest News