માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં SMC ની રેડ પહેલા SP એ છ મહિનામાં કરેલ બે ઓર્ડરને લઈને સોશ્યલ મીડિયામાં અનેક તર્કવિતર્ક


SHARE













મોરબી જીલ્લામાં એસએમસીની રેડ પહેલા એસપીએ છ મહિનામાં કરેલ બે ઓર્ડરને લઈને સોશ્યલ મીડિયામાં અનેક તર્કવિતર્ક

મોરબી જિલ્લામાં થોડા સમય પહેલા એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવેલ રેડ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા બે પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જોકે, આ હુકમ બાદ મોરબી જિલ્લાના એસપી દ્વારા અગાઉ મોરબી જિલ્લામાં અધિકારીની બદલી માટે જે હુકમો કરવામાં આવ્યા હતા તે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને ખાસ કરીને એલસીબીના પીઆઇને આ સમગ્ર ઘટનામાં ટાર્ગેટ કરવા માટે થઈને કાવતરું થયું હોય તેવી ચર્ચા હાલમાં પાટીદાર સમાજના લોકો સહિતનાઓમાં થઈ રહી છે અને વ્હોટ્સએપ ગ્રુપમાં આ અંગેના મેસેજ પણ વાયરલ થઇ રહ્યાની ચર્ચા ચાલી રહી છે.

મોરબી જિલ્લામાં જે રીતે નશાનો કારોબાર દિવસેને દિવસે વધી રહ્યો છે તેને લઈને મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊઠે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં થોડા સમય પહેલા એસએમસીની ટીમ દ્વારા મોરબી નજીકના લાલપર ગામ પાસે ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યારથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ગોડાઉનની અંદરથી ૧.૫૧ કરોડની કિંમતનો અમદાવાદના લીસ્ટેડ બુટલેગર જીમીત પટેલનો દારૂનો જથ્થો ઝડપાયો હતો અને આ શખ્સ દ્વારા મોરબીના આ ગોડાઉનમાંથી મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના જુદા જુદા બુટલેગરોને દારૂની સપ્લાય કરવામાં આવતી હતી તે સાહિતની માહિતીઓ સામે આવેલ છે અને આ ગુનામાં જે તે સમયે ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જોકે મુખ્ય આરોપી જીમિત પટેલ સહિતના ૧૧ આરોપીઓને હજુ પણ પકડવાના બાકી છે અને તેની તપાસ મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી. પંડ્યાને સોંપવામાં આવી છે.

તેવામાં એસએમસી ની રેડના પગલે મોરબી જિલ્લા એલસીબીની ટીમના પીઆઇ ડી.એમ. ઢોલ અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. માળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જોકે આ હુકમ થયા બાદ મોરબીના સોશિયલ મીડિયાની અંદર હાલમાં મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીએ છેલ્લા છ મહિનાની અંદર કરેલા બે ઓર્ડર વાયરલ થયા છે અને તેમાં જાણી જોઈને મોરબી જિલ્લા એલસીબીના પીઆઇને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તે પ્રકારની ચર્ચાઓ પણ થઈ રહી છે મોરબી જિલ્લા એસીબીના પીઆઇ તરીકે ડી.એમ. ઢોલ કાર્યરત હતા દરમિયાન હળવદ તાલુકાના પીઆઈ કે.એમ. છસિયાને ત્યાં રાજકીય આગેવાનો સાથે જે વિવાદ થયો હતો તેને ધ્યાનમાં રાખીને તેઓને હળવદ પોલીસ સ્ટેશનમાંથી બદલી કરીને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા અને તા. ૧૮/૯/૨૩ ના રોજ મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલને એલસીબીના ચાર્જ ઉપરાત હળવદ તાલુકા પોલીસ સ્ટેશનનો ચાર્જ આપવામાં આવ્યો હતો અને ત્યાં તેઓનો કેમ્પ રાખવા માટેનો લેખિત ઓર્ડર એસપી દ્વારા કરવામાં આવ્યો હતો.

દરમિયાન ગત તા. ૧૫/૩/૨૪ ના રોજ પીઆઇ આર.ટી. વ્યાસને હળવદ પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અને મોરબી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ચાર્જ સીપીઆઈ એમ.એ. વસાવાને સોંપવામાં આવ્યો છે તેમજ મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલને હળવદના વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવેલ છે જોકે, આ બંને ઓર્ડર વચ્ચે સૌથી મોટી બાબતે છે કે, એસએમસી ની ટીમ દ્વારા જ્યારે રેડ કરવામાં આવી ત્યારે એવી વાત સામે આવી હતી કે, છેલ્લા છ સાત મહિનાથી લાલપર ગામ પાસેનું ગોડાઉન અમદાવાદના બુટલેગર જીમિત પટેલ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યાંથી ત્રણ જિલ્લામાં દારૂની સપ્લાય કરવામાં આવતી હતી અને આ સમયગાળા દરમિયાન મોરબી જિલ્લા એસીબીના પીઆઇને હળવદ પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ આપીને ત્યાં તેનો કેમ્પ રાખવા માટેનો લેખિત ઓર્ડર એસપી દ્વારા કરવામાં આવ્યો હતો.

જોકે ત્યાંથી તેઓને મુક્ત કરવામાં આવ્યાના પાંચ દિવસ પછી જ મોરબી જિલ્લામાં એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે જેથી આ સમગ્ર ઘટનાક્રમની અંદર ક્યાંકને ક્યાંક મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડીએમ ઢોલને ટાર્ગેટ કરવા માટે થઈને આખું કવરતું થયું હોય તેવી ચર્ચા હાલમાં મોરબી જિલ્લાના સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોની અંદર ચાલી રહી છે તેમજ મોરબી જિલ્લાના એસપી દ્વારા છેલ્લા છ મહિનાની અંદર કરવામાં આવેલા બે ઓર્ડર પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સત્ય હકીકત રાજ્ય કક્ષાના પોલીસ વડા સુધી પહોંચાડવાના બદલે ક્યાંકને ક્યાંક મિસ બ્રિફિંગ કરીને પોતાના ગોલ ચોક્કસ વ્યક્તિઓ દ્વારા સિદ્ધ કરવા માટે થઈને કાવતરું કરાયું હોવાની ચર્ચા પાટીદાર સમાજના વિવિધ ગ્રુપોમાં ચાલી રહ્યું છે.






Latest News