મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જીલ્લા વિકાસ અધિકારીએ તાલુકા શાળા નં. ૨ ની લીધી મુલાકાત


SHARE









મોરબીના જીલ્લા વિકાસ અધિકારીએ તાલુકા શાળા નં. ૨ ની લીધી મુલાકાત

મોરબી જીલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચરએ પીએમશ્રી તાલુકા શાળા નં. ૨, દરબારગઢ મોરબીની મુલાકાત લીધેલ હતી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વાલીગણને સરકારી શાળામાં વિદ્યાર્થીઓને મળતી વિવિધ સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તાની સચોટ અને સ્પષ્ટ માહિતી આપી હતી અને સરકારી શાળામાં કોમ્યુટર લેબ, વિજ્ઞાનની પ્રયોગ શાળા, રમતગમતના સાધનો, કન્યાની સ્વ રક્ષણ તાલીમ, સાયન્સ સિટી જેવા વિવિઘ શૈક્ષણીક પ્રવાસ, ટવિનીગ કાર્યક્ર્મ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને વિવિઘ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સરકારી શાળાઓમાં થાય છે. જેમા જ્ઞાન સાધના, જ્ઞાન સેતું,NMMS, PSE અને જવાહર નવોદય જેવી વગેરે સરકારી યોજનાની વાલિગણને જાણકારી આપી હતી અને તેનાથી વિદ્યાર્થીઓને થતા ફાયદાઓ જણાવેલ હતાં. અને ત્યારે જીલ્લા વિકાસ અધિકારીએ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે સીધો વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા અને અભ્યાસની સાથે સાથે મતદાન જાગૃતિ બાબતની વાલીગણ સાથે ચર્ચા કરી હતી. અને સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ છે. તેમાં આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ. આ રાષ્ટ્રિય પર્વની મતદાન કરી ઊજવણી કરવી જોઇએ અને છેલ્લે સર્વ લોકોએ મતદાન જાગૃતિ અને મતદાન માટેના શપથ લીધા હતા.




Latest News