મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી.ઝવેરીએ લીધી ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત


SHARE







મોરબી : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી.ઝવેરીએ લીધી ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત

સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું

આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી.ઝવેરી દ્વારા ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત કરવામાં આવી હતી.મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી.ઝવેરીએ મોરબીની ૬૭- વાંકાનેર વિધાનસભા બેઠકના ઇવીએમ સ્ટ્રોંગ રૂમ તથા રીસિવિંગ ડિસ્પેચ સેન્ટરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબીની ૬૭-કાનેર વિધાનસભા બેઠકના નવા ઢુંવા ગામે મતદાન મથકની મુલાકાત કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે સંબધિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. સાથે સાથે મતદાનના દિવસે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ સુનિશ્રિત કરી શકાય તે બાબતે પણ વિચાર-વિમર્શ કરાયો હતો.જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી તથા નાયબ જિલ્લાચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા  દ્વારા ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને તમામ બાબતોમાં જરૂરી સૂચન કરી યોગ્ય માર્ગદર્શન અપાયું હતું.આ મુલાકાતમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, વાંકનેર મામલતદાર યુ.વી.કાનાણી તથા સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News