મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવાગામે ગાયએ ગુપ્ત ભાગે શિંગડું મારતા ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં


SHARE











માળીયા (મી)ના નવાગામે ગાયએ ગુપ્ત ભાગે શિંગડું મારતા ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના નવાગામ રહેતા વૃદ્ધને તેની જ ગાયએ ગુપ્ત ભાગે સીગડુ માર્યું હતું જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના નવાગામ ખાતે રહેતા ગાડુંભાઈ નાગજીભાઈ બાંભવા (૮૦) નામના વૃદ્ધ પોતે પોતાના વાડામાં હતા ત્યારે ત્યાં તેઓની ગાયએ તેને ગુપ્ત ભાગે શિંગડું માર્યું હતું જેથી કરીને તેને ગુપ્ત ભાગે ઇજા થઇ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે, માળીયા મીયાણા તાલુકા પોલીસની હદમાં બનાવ બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે તજવીજ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીની અવની ચોકડી પાસે રહેતો પરમાર કૃણાલ નરેશભાઈ (૧૨) નામનું બાળક સાયકલ લઈને જનક પેલેસ સોસાયટી પાસેથી જઈ રહ્યો હતો ત્યારે ત્યાં સાયકલમાંથી નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલ બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીમાં જુના બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મચ્છી પીઠ નજીક કરિમાબેન અસરફભાઈ ફકીર (૨૫) રહે. ટંકારા વાળાને તેના પતિ, સાસુ અને દિયરએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા હાલતમાં તે પરણીતાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી અને આ બનાવની વધુ તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા અશોકભાઈ માવજીભાઈ રાઠોડ (૩૫) નામનો યુવાન સરવડ ગામ પાસે આવેલ સરદારનગર નજીકથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ત્યાં તેનું રસ્તામાં બાઇક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી જો કે, બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે તજવીજા કરેલ છે






Latest News