મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે કાર-બાઇક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ મહિલા રાજકોટ સારવારમાં


SHARE











મોરબીના શનાળા રોડે કાર-બાઇક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ મહિલા રાજકોટ સારવારમાં

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વિશાલ સ્ટોર સામેથી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં બેંગ્લોરના મહિલાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ બેંગ્લોરમાં આવેલ તપોવન એપાર્ટમેન્ટ ખાતે રહેતા મેઘનાબેન મુકેશભાઈ જીવાણી (૪૦) નામના મહિલા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વિશાલ સ્ટોર સામેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં મેઘનાબેનને ઇજાઓ થયો હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે પ્રથમ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા લક્ષ્મણ લીલારામ ગજરા (૫૨) નામના આધેડ મોરબીના પંચાસર રોડ ઉપરથી બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી પાસે રાજુ નથુરામ ચૌધરી (૨૫) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ચક્કર આવતા પડી જવાથી તેને દાઢીના ભાગી ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે

ફિનાઇલ પીધું

મોરબીના લાન્સનગરમાં રહેતા ભરતભાઈ હેમાભાઇ ભાંભી (૨૯) નામનો યુવાન નગરપાલિકા પાસે હતો ત્યારે ત્યાં તે ફીનાઈલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News