મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી કાર ચાલકે ડબલ સવારી બાઈક હડફેટે લેતા ઇજા પામેલા બંને યુવાન રાજકોટ સારવારમાં


SHARE









મોરબીના લાલપર પાસેથી કાર ચાલકે ડબલ સવારી બાઈક હડફેટે લેતા ઇજા પામેલા બંને યુવાન રાજકોટ સારવારમાં

મોરબીના લાલપર ગામ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં બે યુવાનોને ઇજા થઇ હોવાથી સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે ટી-સ્ટોલ નજીક મિલેનિયમ કારખાના સામેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં અરવિંદભાઈ બદ્રિપ્રસાદ વર્મા (૨૦) અને ગોલું નાનુપ્રસાદ સૂર્યવંશી (૧૯) રહે. બંને મૂળ એમપી વાળાને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલ યુવાનોને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જશપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા ગૌરવ વેણીરામ રામાવત જાતે બાવાજી (૩૬) નામના યુવાનને ગામના ઝાપા પાસે મયુર સંઘાણી નામના વ્યક્તિએ માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો જેથી તેને ઈજા થતાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા રણજીતસિંહ અજીતસિંહ ચાવડા (૩૫) નામનો યુવાન ખરેડા થી રંગપર ગામ તરફ જવાના રસ્તા ઉપર હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે




Latest News