મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામે વાડીએ કામ દરમ્યાન મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં


SHARE









મોરબીના ખેવારીયા ગામે વાડીએ કામ દરમ્યાન મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં

મોરબી તાલુકાના ખેવારીયા ગામે રહીને વાડીમાં મજૂરી કામ કરતા યુવાનોનો હાથ મશીનમાં આવી ગયો હતો જેથી તેને ગંભીર ઇજા થઈ હતી અને તેને સારવાર માટે પ્રથમ મોરબી ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ વિરમગામના શાહપુર ખાતે રહેતા અને હાલમાં મોરબી તાલુકાના ખેવારિયા ગામે રાજેન્દ્રસિંહની વાડીએ રહીને મજૂરી કામ કરતા અશોકભાઈ મેલાભાઈ પઢાર (૩૩) નામના યુવાનનો કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી જતા ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી
મોરબી તાલુકાના કેરાળા ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર આવતી વાડીએ રહીને મજૂરી કામ કરતા દિલીપ રણછોડભાઈ (૨૩) નામના યુવાને કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

બાઈકમાંથી પડી ગયા
મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ લોહાણાપરા શેરી નં-૧ માં રહેતા ભગવતીબેન વલ્લભદાસ પઢીયાર (૭૬) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને શેરી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા તેને ઈજા થઈ હતી અને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News