માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબીના ખારેચીયા ગામે કારખાનામાં ટાંકીના સફાઈ કામ દરમિયાન ગુંગણામણથી બે શ્રમિકોના મોત: બે સારવારમાં


SHARE











મોરબીના ખારેચીયા ગામે કારખાનામાં ટાંકીના સફાઈ કામ દરમિયાન ગુંગણામણથી બે શ્રમિકોના મોત: બે સારવારમાં

મોરબી તાલુકાના ખારેચીયા ગામ પાસે આવેલ કારખાનામાં ટાંકી સાફ કરવા માટે થઈને ચાર શ્રમિકો ટાંકીમાં ઉતર્યા હતા ત્યારે ગુંગણામણ થવાના કારણે ચાર પૈકીના બે શ્રમિક યુવાનોના મોત નિપજયા છે અને બે શ્રમિક યુવાનોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલ ખારેચીયા નજીક આવેલ બાયો જેટલીટ લાઇફ સાયન્સ નામના કારખાનામાં આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ટાંકીની સફાઈ કરવા માટેની કામગીરી શ્રમિકો દ્વારા કરવામાં આવી રહી હતી અને ટાંકીને સાફ કરવા માટે થઈને ચાર શ્રમિકો તેમાં ઉતર્યા હતા દરમિયાન ટાંકીની અંદર ગુંગણામણ થવા લાગવાના કારણે ચાર પૈકીના બે શ્રમિકોના મોત નિપજ્યા છે અને બે શ્રમિકોને ગંભીર હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે તેવી માહિતી હાલમાં જાણવા મળી રહે છે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે આ બનાવની આગળની તપાસ ફિરોજભાઈ સુમરાને સોંપવામાં આવી છે અને ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ખારેચીયા ગામ પાસે આવેલ કારખાનામાં ટાંકીના સફાઈ કામ દરમિયાન ગુંગણામણ થવાના કારણે મંગલ મનુભાઈ સોર જાતે આદિવાસી (૨૦) અને અનંત અનુપભાઈ ઘોસાલ જાતે બ્રાહ્મણ (૨૧) રહે બંને બાયો જેટલીટ લાઈફ સાયન્સ કારખાનું ખારેચીયા તાલુકો મોરબી વાળાના મોત નિપજયા છે અને તેની સાથે ટાંકીને સફાઈ કામ માટે થઈને ટાંકીમાં ઉતરેલા અન્ય બે શ્રમિકોને સારવાર માટે મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે






Latest News