મોરબીમા વિહિપ, દુર્ગાવાહિની અને બજરંગદળ દ્વારા શાસ્ત્રપૂજન કરાયું
મોરબીમાં મહંતના પાર્થિવ દેહના હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર કરાયા
SHARE









મોરબીમાં મહંતના પાર્થિવ દેહના હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર કરાયા
મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર તેમજ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવે છે ત્યારે તાજેતરમા જુની આર.ટી.ઓ. ઓફીસ પાસે આવેલ ખોડીયાર આશ્રમના મહંત મોક્ષ પામ્યા હતા. તેમના પરિવારજનો મા કોઈ ન હોય, મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, ચિરાગભાઈ રાચ્છ, રાજુભાઈ કોળી, દીનેશભાઈ સોલંકી, ફીરોઝભાઈ, નાનજીભાઈ સોલંકી સહીતના આગેવાનો દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ મહંતના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા અંતિમ યાત્રા બસ તેમજ વૈકુંઠ રથ સેવા સમાજ ના દરેક વર્ગ ને વર્ષો થી વિનામુલ્યે પ્રદાન કરવા મા આવી રહી છે. અંતિમ યાત્રા બસ, વૈકુંઠ રથ સેવા કે બિનવારસી મૃતદેહ ના શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર માટે હીતેશભાઈ જાની-મો.૯૮૨૫૩ ૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-૯૦૯૯૬ ૦૦૦૮૧ પર સંપર્ક કરવો.
