વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

પાટીદાર સાવજ અલ્પેશ કથીરીયા કાલે મોરબીમાં


SHARE









પાટીદાર સાવજ અલ્પેશ કથીરીયા કાલે મોરબીમાં

પાટીદાર યુવાનોનો પ્રેરણાદાયી પાટીદાર સાવજ અલ્પેશ કથીરીયા કાલે મોરબીના આંગણે આવે છે અને તારીખ 17/10/2021 રવિવાર સમય સાંજે 8:00 કલાકે તમામ પાટીદાર વડીલો અને યુવાનો તેને મળવા માટે આવશે અને તેઓ સરદાર નગર વિભાગ-01, અક્ષર એપાર્ટમેન્ટ, દલવાડી સર્કલ, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે આવી રહ્યા છે અને ત્યારે પાટીદારો ઉપર કરવામાં આવેલા કેસોને પાછા ખેચવામાં આવે સહિતના મુદાઓની ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે 

ટંકારા પટેલ સમાજ એશોએશિયન દ્વારા રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

ટંકારામાં દયાનંદ ચોક પાસે આવેલ મહર્ષિ દયાનંદ ગુરુકુળ  (આર્ય સમાજ) ખાતે નક્ષત્ર મલ્ટીસ્પેશીયાલિટી હોસ્પીટલ મોરબી અને પટેલ સમાજ એસોશીયેશન ટંકારા દ્વારા તા. 17ને રવિવારે સવારે 9-30થી બપોરે 12-30 કલાક સુધી ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં ડૉ. મહેન્દ્ર ફેફર, ડૉ. બિરેન પાંડે, ડૉ. અલ્પેશ ફેફર, ડૉ. ભુમી પટેલ, ડૉ. બ્રિન્દા ફેફર, ડૉ. આકાશ સંપટ અને ડૉ. ભાવેશ શેરસીયા સેવા આવશે. કેમ્પનો લાભ લેવા નામ નોંધાવવા માટે મો. 75020 62222 પર સંપર્ક કરવાનો રહેશે. કેમ્પમાં ફ્રીમાં ડોકટરનું કન્સલસ્ટેશન, બી.પી., વજન, મશીન દ્વારા આંખની તપાસ કરી આપવામાં આવશે. કેમ્પમાં જરૂરીયાત દર્દિઓને ફ્રીમાં સુગરનો રિપોર્ટ કરી આપવામાં આવશે. કેમ્પમાં જરૂરીયાત દર્દિઓને ફ્રીમાં BMD (હાડકાની ઘનતા) કરી આપવામાં આવશે.




Latest News