મોરબીના રવાપર ગામે રઘુ હાઇટસના ફલેટમાં જુગારની રેડઃ 6 જુગારી 1.27 લાખના મુદામાલ સાથે ઝડપાયા
SHARE









મોરબીના રવાપર ગામે રઘુ હાઇટસના ફલેટમાં જુગારની રેડઃ 6 જુગારી 1.27 લાખના મુદામાલ સાથે ઝડપાયા
મોરબીના રવાપર પાસે આવેલ નિતીન પાર્કમાં રઘુ હાઈટસ નામના એપાર્ટમેન્ટની અંદર જુગારની રેડ કરવા ગઇ હતી ત્યારે ફલેટમાં જુગાર રમતા ફલેટના માલિક સહિત કુલ મળીને 6 શખ્સો મળી આવ્યા હતા માટે પોલીસે 127000 નો મુદ્દામાલ કબજે કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે આવેલ નિતીન પાર્કમાં આવેલ રઘુ હાઇટસના બ્લોક નંબર 704 માં રહેતા મનોજભાઈ અઘારાના ઘરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ફલેટના માલિક મનોજભાઈ સોમજીભાઈ અઘારા, વિનોદભાઈ લખમણભાઇ દેત્રોજા, ધર્મેશભાઈ ભીમજીભાઇ વાસાણી, દીપકભાઈ સવજીભાઈ વઘડીયા, રોહિતભાઈ કેશવજીભાઇ બરાસરા અને વિપુલભાઈ પટેલ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી પોલીસે હાલમાં 127000 નો મુદ્દામાલ કબજે કરેલ છે અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વીસીપરા જુગાર
મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં ગર્લ્સ હાઈસ્કૂલની સામેના ભાગમાં બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળ્યા હતા જેમાં કૈલાશભાઈ લક્ષ્મણભાઈ મંદરીયા, અમિતભાઈ હકાભાઇ કુરિયા, બટુકભાઈ રઘુભાઈ જીંજવાડિયા અને કિશોરભાઈ ભુપતભાઈ મોરવાડિયાનો સમાવેશ થાય છે અને આ શખ્સો પાસેથી પોલીસે હાલમાં 1720 રૂપિયાની રોકડ કબજે કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
