માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને માળીયા તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠી અને ધંધાર્થીઓ ઉપર ઘોંસ


SHARE

















મોરબી, વાંકાનેર અને માળીયા તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠી અને ધંધાર્થીઓ ઉપર ઘોંસ

વાંકાનેર તાલુકાના વીડી જામ્બુડીયા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે 25 લિટર દારૂ તેમજ 200 લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો અને અન્ય સાધનો ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને હાલમાં આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના વીડી જામ્બુડીયા ગામ પાસે રઘાભાઈ રાણાભાઇ કોલાદ્રા જાતે કોળી ઉંમર 40ની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે વાડીએ થી 200 લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો તેમજ અન્ય સાધનો અને 25 લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને 1100 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી રઘાભાઈ રાણાભાઇ કોલાદ્રા જાતે કોળી ઉંમર 40 રહે વીડી જાંબુડીયા વાળાની ધરપકડ કરેલ છે

100 લીટર દારૂ

વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસેથી પોલીસે ૧૦૦ લિટર દેશી દારૂ સાથે પરસોતમ ઉકાભાઇ બાટીયા જાતે કોળી ઉંમર 37 રહે મનપર વાળાની પોલીસે ધરપકડ કરેલ છે અને તેની પાસેથી બે હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આ શખ્સ જગદીશભાઈ ભીખાભાઈ માથાસુર્યા રહે, ચોરવીરા તાલુકો સાયલા વાળાને દારૂ આપવા માટે આવ્યો હોવાનું સામે આવ્યું હોય જગદીશભાઈ ભીખાભાઈને પકડવા માટે થઈને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂની ભઠ્ઠી

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપની પાછળના ભાગમાં ભરવાડ સમાજની વાડીની સામેરહેતા રમેશભાઈ ગોપાલભાઈ ટીડાણીના ઘરની અંદર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તેના ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે ગરમ આથો 20 લીટર, ચાર લીટર દારૂ અને દેશી દારૃ બનાવવા માટેની ભઠ્ઠીના સાધનો ત્યાથી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને હાલમાં રમેશ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણી નામના 20 વર્ષના યુવાનની ધરપકડ કરેલ છે

દેશી દારૂ

મોરબીના બેલા ગામ પાસે આવેલ સોમનાથ પેટ્રોલ પંપ પાસેથી ડબલ સવારીમાં બાઇક પસાર થઇ રહ્યુ હતુ જે બાઇકને રોકીને પોલીસે બાઈક ચાલક પાસે રહેલ કોથડાને ચેક કરતા તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 17 લીટર દેશીદારૂ તેમજ બાઈક મળી ને 15,340 ના મુદ્દામાલ સાથે કિશોરભાઈ લાભુભાઈ વાઘેલા અને કિશન મનસુખભાઈ ઝિંઝુવાડીયા રહે, બંન્ને ત્રાજપર વાડાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને દારૂ ક્યાં આપવા માટે જતા તે દિશામાં તપાસ શરૂ કરી છે

400 લીટર આથો

માળીયા મીયાણા નવા રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર થી 400 લીટર દેશીદારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા આથા સાથે હુસેનાબેન ઉર્ફે હુસી હનીફભાઇ મોવર ઉંમર 40 જાતે મિયાણા રહે, માળીયા મીયાણા વાળી મળી આવી હતી જેથી કરીને પોલીસે 800 રૂપિયાની કિંમતનો દેશી દારૂ બનાવવા માટેનો આથો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News