બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાયો


SHARE











મોરબીમાં વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાયો

સીમા જનકલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ દ્વારા અનેક વિધ સેવ કાર્ય કરવામાં આવેલ છે ત્યારે સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રેરિત વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રનો મોરબી ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે 

સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા "માનવ સેવા એજ પ્રભુ સેવા"એ સૂત્રને સાકાર કરી ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત થયેલ CAA એક્ટ-૨૦૧૯ અંતર્ગત પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલ બાંધવોને ભારતીય નાગરિકતા મળે એ હેતુ થી તેમની સહાયતા અર્થે વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રના શુભારંભનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું હતું અને તા ૧૧/૪ ને ગુરુવારે સાંજે ૫:૦૦ વાગ્યે જૂના શિશું મંદિરમોરબી ખાતે આ કેન્દ્રને શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ડો.જયંતીભાઈ ભાડેસિઆ, (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક-આરએસએસ) તેમજ  પંકજભાઈ મહેતા (પૂર્વ ધારાસભ્ય-રાપર) દ્વારા CAA-૨૦૧૯ ની સંપૂર્ણ માહિતી ઊંડાણપૂર્વક આપવામાં આવી હતી તેમજ પ્રેમ સ્વામિ  (સંસ્કાર ધામ-મોરબી) દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જયંતીભાઈ કવાડિયા (ઉપાધ્યક્ષ  ગુજરાત પ્રદેશ ભાજપ), મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા વિપુલભાઈ અઘારા (પ્રાંત પ્રચાર પ્રમુખ-આરએસએસ) હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં હાજર વિસ્થાપિત હિન્દુ બાંધવોને ભારતમાતાના ફોટા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાંધવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની આભાર વિધિ જે.પી. જેસ્વાણી દ્વારા કરવામાં આવેલ હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન રવિન્દ્રભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News