બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક એસટી-ડમ્પર વચ્ચે અકસ્માત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE











મોરબી નજીક એસટી-ડમ્પર વચ્ચે અકસ્માત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર કુબેર ટોકીઝની સામેના ભાગમાં પેટ્રોલ પંપ નજીક એસટી અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બે વ્યક્તિને ઈજા થઈ હોવાથી ઇજા પામેલને સારવાર માટેના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝની સામેના ભાગમાં પેટ્રોલ પંપ પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં હમીદાબેન વસીમભાઈ ખોખર તથા શકીનાબેન વસીમભાઈ ખોખર રહે. બંને રણછોડનગર સેન્ટ મેરી સ્કૂલની પાછળ નવલખી રોડ મોરબી વાળાઓને ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે બંનેને સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીમાં ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા નવઘણ માત્રા ભરવાડ (૫૪) નામના આધેડને મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીમાં સોઓરડીમાં રહેતા ચિરાગ અરવિંદભાઈ સાગઠીયા (૩૩) નામના યુવાનને તેના ઘર પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News