બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રામના બેનરને ઢાંકીને ભાજપ-રૂપાલાના બેનર લગાવીને ભગવાનથી પણ મોટા દર્શાવનો હિન પ્રયાસ: કોંગ્રેસ પ્રવકતા


SHARE











મોરબીમાં રામના બેનરને ઢાંકીને ભાજપ-રૂપાલાના બેનર લગાવીને ભગવાનથી પણ મોટા દર્શાવનો હિન પ્રયાસ: કોંગ્રેસ પ્રવકતા

મોરબીમાં ઉમિયા સર્કલ પાસે આગામી રામનવમીને ધ્યાને રાખીને ભગવાન શ્રી રામના બેનર રાખવામા આવ્યા હતા તેને હટાવીને હાલમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપે પરષોત્તમ રૂપાલા અને ભાજપના બેનર લગાડ્યા છે જેથી કરીને ભાજપ અને પરષોત્તમ રૂપાલા ભગવાન કરતાં પણ મોટા છે તેવું ભાજપ વાળા સાબિત કરવા માંગે છે તેવો આક્ષેપ કોંગ્રેસનાં પ્રવક્તાએ કર્યો છે

મોરબીમાં રહેતા કોંગ્રેસ પ્રવકતા દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, ભાજપ અને તેના નેતાઓ મોટી અને ખોટી ધર્મની વાતો કરી છે અને લોકોને ગુમરાહ કરે છે. આગામી દિવસોમાં રામનવમી હોવાથી આપણા સહુના આદર્શ પ્રભુ શ્રી રામ ભાજપ અને તેનાં નેતાઓના જ ભગવાન હોય તેવું ચિત્ર દર્શાવામાં આવે છે પરંતુ માત્રને માત્ર રામના નામ પર રાજકિય લાભ લેવા માટે થઈને તેનો ઉપયોગ કરતાં હોય તેવું હાલમાં લાગી રહ્યું છે કેમ કે, તેમનું ચાલ, ચરિત્ર અને ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે વારંવાર ભગવાનનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અશોભનીય વાત કરવામાં આવી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે તેવામાં જાણે કે રામથી પણ તે મોટા હોય એમ ભગવાનને પણ તું કહીને સંબોધ્યા હતા એ વાત ક્યારેય પણ સ્વીકાર્ય ન હોય શકે. તેવામાં મોરબીમાં રામનવમીને ધ્યાને રાખીને ઉમિયા સર્કલ પાસે રામના બેનર લગાવેલ છે હટાવીને ભાજપ અને પરસોતમભાઈના પ્રચાર માટે થઈને ભગવાન રામના બેનર ઉપર પોતાના બેનર લગાડ્યા છે તેને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે અને બે મોઢાની વાત કરનાર આ ભાજપને લોકો જાણી ગયા છે અને તેમને ચૂંટણીમાં જરૂર જવાબ આપશે






Latest News