બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે કેનાલમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE











મોરબીના શનાળા રોડે કેનાલમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી પસાર થતી મચ્છુની કેનાલ પાસે વૃદ્ધ બેઠા હતા દરમિયાન તેને વાય આવવાની બીમારી હોય કોઈપણ કારણોસર તે કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ પચ્ચીસ વારિયા સોસાયટીના આવાસમાં રહેતા અરૂણભાઇ દયાલજીભાઈ લખતરિયા જાતે વાણંદ (૬૫) નામના વૃદ્ધ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ નજીકથી પસાર થતી મચ્છુની કેનાલ પાસે હતા ત્યારે તેઓ કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન લાભુબેન દયાલજીભાઈ લખતરિયા (૬૫) રહે, કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ પચ્ચીસ વારીયા સોસાયટી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મૃતક વૃદ્ધને છેલ્લા ઘણા સમયથી વાય આવવાની બીમારી હોય તે કોઈપણ કારણોસર કેનાલ પાસે હતા ત્યારે કેનાલના પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું છે તેવી માહિતી સામે આવી હોય પોલીસે તે અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલ મહિન્દ્રા બોલેરો પીકપ ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી ૨૮ બાચકા મળી આવતા તેને ચેક કરવામાં આવ્યા હતા જેથી કરીને તેમાંથી ૪૨૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે ૮,૪૦૦ ની કિંમતનો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને ૩,૦૮,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિજયભાઈ મોહનભાઈ મકવાણા જાતે કોળી (૨૧) રહે. રાજપરા તાલુકો ચોટીલા અને જયંતીભાઈ દેવશીભાઈ ચૌહાણ જાતે કોળી (૩૬) રહે. ચિરોડા તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News