બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સાપર નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં પરિણીતાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE











મોરબીના સાપર નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં પરિણીતાએ અણધાર્યું પગલું ભર્યું

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી નજીક આવેલ મિનરલ્સના કારખાનામાં રહેતી અને મજૂરી કામ કરતી પરણીતાએ લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે મહિલાનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેનો પતિ લઈને આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર શાપર ગામની સીમમાં પાવળીયારી નજીક આવેલ અલ્ટ્રા મિનરલ્સ કારખાનામાં રહેતી અને મજૂરી કામ કરતી રમતીબેન રાકેશભાઈ ડાવર જાતે ભીલ (૨૨) નામની મહિલાએ પોતાના લેબર કવાર્ટરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને તેના પતિ રાકેશભાઈ ડાવર મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો હતો અને તેને સંતાનમાં એક બાળક હતું જોકે મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હવે આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

એક બોટલ દારૂ

વાંકાનેરના લક્ષ્મીપરા ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ કબજે કરવામાં આવી હતી ને આરોપી વિપુલભાઈ વશરામભાઈ ચૌહાણ જાતે કચ્છી કડિયા (૩૪) રહે. કોઠારીયા મેઇન રોડ રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટી શેરી નં-૨ રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News