વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી ઇજા પામેલા યુવનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આજે સર્વ હિન્દુ સમાજ-સંગઠનો દ્વારા રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા-મહાઆરતીનું આયોજન


SHARE











મોરબીમાં આજે સર્વ હિન્દુ સમાજ-સંગઠનો દ્વારા રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા-મહારતીનું આયોજન

આજે રામનવમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવશે અને ત્યારે મોરબી શહેરમાં પણ રામનવમી નિમિતે સર્વ હિન્દુ સમાજ અને સંગઠનો દ્વારા રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા અને મહારતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકોને હાજર રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે

આજે તા ૧૭ ના રોજ રામનવમી નિમિત્તે રામ મંદિરોમાં અને ગામોગામ ઉજવણી કરવામાં આવશે ત્યારે મોરબીમાં સર્કિટ હાઉસથી બપોરે ચાર વાગ્યેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા હિન્દુ વિજય યાત્રા નામ આપવામાં આવ્યું છે. અને આ વિજય યાત્રા સર્કિટ હાઉસથી શરૂ કરવામાં આવશે ત્યાર બાદ મહારાણા પ્રતાપ સર્કલ, શક્તિ ચોક, ત્રિકોણ બાગ, નવાડેલા રોડ, જુના બસ સ્ટેશન, રામ ચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેશન, બાપા સિતારામ ચોક, એવન્યુ પાર્ક, સીતા ચોક, ચકીયા હનુમાનજી, ગાંધી ચોક, શાક માર્કેટ ચોક, નહેરૂ ગેઈટ, ગ્રીન ચોક તઈ દરબારગઢ રામ મહેલ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવશે અને ત્યાર બાદ ત્યાં રામ મહેલ મંદિરે ભવ્ય મહાઆરતી રાખવામા આવેલ છે આ શોભાયાત્રા અને મહારતીમાં સનાતની હિન્દુ સંગઠનના હોદેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાશે તેવું હિન્દુ યુવા વાહિનીના કમલેશભાઈ બોરિચાએ માહિતી આપતા જણાવ્યુ છે અને વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, આજની શોભાયાત્રામાં રામનો રથ શણગારવામાં આવ્યો છે. તેમજ નાસિક ઢોલની ટીમ બોલાવામાં આવી છે. અને મોરબીના નહેરુગેઈટના ચોકમાં લાઈવ ઓરકેસ્ટ્રા રહેશે. તેમજ શોભાયાત્રાના રુટ ઉપર દરેક સર્કલે રામ ભગવાનના કટ આઉટ લગાવવામાં આવ્યા છે અને કાર્યકરો ભગવા ધ્વજ અને કેસરી ઝભ્ભા પહેરીને આ શોભાયાત્રામાં જોડાશે અને ઠેરઠેર શોભાયાત્રાનું જુદાજુદા સમાજ અને સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવશે 






Latest News