બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં દાઝી જવાથી ચાર વ્યક્તિ સારવારમાં


SHARE











મોરબી નજીક કારખાનામાં દાઝી જવાથી ચાર વ્યક્તિ સારવારમાં

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવાપર નદી ગામ પાસે કારખાનામાં ભુસુ સળગાવતા સમયે દાઝી જવાના કારણે ચાર વ્યક્તિઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવાપર નદી ગામ પાસે સર્વોત્તમ ડેકોર પ્રાઇવેટ લિમિટેડમાં કામગીરી દરમિયાન દાઝી જવાના કારણે નંદનભાઈ અઘેરા (૨૫) રહે. બાલાજી કૃપા ગોકુલધામ પાસે રાજકોટ, હાર્દિકભાઈ સપારીયા (૩૦) રહે. વૃંદાવન સોસાયટી શેરી નં-૪ રાજકોટ, આંબાલાલ (૩૬) રહે. હાલ સર્વોત્તમ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ મૂળ રહે રાજસ્થાન અને ભગવાનભાઈ બાવળીયા (૨૬) રહે. સર્વોત્તમ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ વાળાઓને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે અને તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સર્વોત્તમ ડેકોર પ્રાઇવેટ લિમિટેડમાં ભૂસુ સળગાવતા સમયે કોઈ કારણોસર દાઝી જવાના કારણે આ ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટી પાછળ ઉમિયા નગરમાં રહેતા સમીરભાઈ ચાવડા (૧૯) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર શેરી નં-૩ માં રહેતા પૂનમબેન જીગ્નેશભાઈ મિયાત્રા જાતે આહિર (૩૩) નામની મહિલાને ત્યાં મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી






Latest News