હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કામ દરમિયાન ઊંચાઈએથી પડી જતા બે યુવાન સારવારમાં, એકને રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીમાં કામ દરમિયાન ઊંચાઈએથી પડી જતા બે યુવાન સારવારમાં, એકને રાજકોટ ખસેડાયો

મોરબીના પીપળી ગામ નજીક યુનિટમાં કામ દરમિયાન ૨૦ ફૂટ જેટલી ઊંચાઈએથી નીચે પડી જતા મજૂર યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.તેમજ રંગપર નજીક પણ કામ દરમિયાન મજુર યુવાન ઉંચાઇએથી નિચે પડૂ જતા મોરબી બાદ રાજકોટ ખસેડાયો છે.આ બંને બનાવને પગલે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

વધુમાં પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસેના સાઈન ફેબ્રિકેશન નામના યુનિટમાં મજૂરી કામ કરતા અને હાલ મોરબીના અંદરણા રહેતા તેમજ મૂળ દેવગઢ તા.માળીયા મીંયાણાના રહેવાસી ગોવિંદસિંહ રૂપસિંહ રાજપુત નામના ૨૩ વર્ષનો યુવાન યુનિટમાં ઊંચાઈ ઉપર કામ કરતો હતો.તે દરમિયાન ૨૦ ફૂટ જેટલી ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા તેને ઇજાઓ પહોંચી હતી.જેને પગલે તેને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે બીજો બનાવ મોરબીના જેતપર રોડ ઉપર જ રંગપર ગામ પાસે આવેલા વિરાટનગર નજીકના ગ્રીસ સીરામીકમાં બન્યો હતો.જેમાં સીરામીક યુનિટમાં રહીને મજૂરી કામ કરતો અજયભાઇ બાબુભાઈ નામનો યુવાન યુનિટમાં ઊંચાઈ ઉપર કામ કરતો હતો ત્યારે ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા તેને સારવાર માટે મોરબીના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.હાલ હોસ્પિટલ ખાતેથી યાદી આવતા આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

પોલીસ કાર્યવાહી

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના ડીવાયએસપી વી.બીજાડેજા દ્વારા લૂંટ, મારામારી અને એટ્રોસિટી સહિતના બનાવ સંદર્ભે મોરબીના પીપળી ગામના કરણસિંહ રાજુભા ઉર્ફે સજુભા ઝાલા (ઉંમર ૪૫) ને મોરબીના પીપળી હામેથી રાઉન્ડઅપ કરાયા હતા અને તે સંદર્ભે મોરબી તાલુકા પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી હાલ આ બાબતમાં સુરેન્દ્રનગર પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

ડીઝલ પી જતા બાળકી સારવારમાં

મોરબીના વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલા લાલપર ગામ પાસેના હોમ ડેકોર સિરામિક નજીક રહીને ત્યાં મજૂરી કામ કરતા પરિવારની રોશનીબેન પપ્પુભાઈ ઠાકોર નામની પાંચ વર્ષની બાળકી રમતા રમતા ડીઝલ પી ગઈ હતી જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી અને હોસ્પિટલ ખાતેથી યાદી આવતા બનાવ અંગે હિતેશભાઈ મકવાણા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News