બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રામનવમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા-મહાઆરતીમાં ધારાસભ્ય સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા


SHARE











મોરબીમાં રામનવમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા-મહાઆરતીમાં ધારાસભ્ય સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા

રામનવમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેરમાં પણ રામનવમી નિમિતે સર્વ હિન્દુ સમાજ અને સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામનવમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા અને મહાઆરતીના કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને મોરબીના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા

મોરબીમાં રામનવમી નિમિત્તે રામ મંદિરોમાં અને ગામોગામ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં સર્કિટ હાઉસથી બપોરે ચાર વાગ્યેથી શોભાયાત્રાનું શરૂ કરવામાં આવી હતી અને આ શોભાયાત્રાને હિન્દુ વિજય યાત્રા નામ આપવામાં આવ્યું હતું અને વિજય યાત્રા સર્કિટ હાઉસથી શરૂ કરીને મહારાણા પ્રતાપ સર્કલશક્તિ ચોકત્રિકોણ બાગનવાડેલા રોડજુના બસ સ્ટેશનરામ ચોકશનાળા રોડનવા બસ સ્ટેશનબાપા સિતારામ ચોકએવન્યુ પાર્કસીતા ચોકચકીયા હનુમાનજીગાંધી ચોકશાક માર્કેટ ચોકનહેરૂ ગેઈટગ્રીન ચોક તઈ દરબારગઢ રામ મહેલ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યાં રામ મહેલ મંદિરે ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી આ શોભાયાત્રા અને મહાઆરતીમાં સનાતની હિન્દુ સંગઠનના હોદેદારો, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા આ શોભાયાત્રામાં રામનો રથ, નાસિક ઢોલ સહિતના આકર્ષણો રાખવામા આવ્યા હતા અને મોરબીના નહેરુગેઈટના ચોકમાં લાઈવ ઓરકેસ્ટ્રાનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને ખાસ કરીને શોભાયાત્રામાં યુવાનો સહિતના ભગવા ધ્વજ અને કેસરી ઝભ્ભા પહેરીને આવ્યા હતા જેથી કરીને મોરબીમાં કેસરીયો માહોલ જોવા મળ્યો હતો અને ઠેરઠેર શોભાયાત્રાનું જુદાજુદા સમાજ અને સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબીના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા






Latest News