હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી: દિકરા-વહુનાં ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલ વૃદ્ધાનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE









મોરબી: દિકરા-વહુનાં ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલ વૃદ્ધાનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન

મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રૂપ રહી છે. ત્યારે તા ૧૬/૦૪/૨૦૨૪ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં વૃદ્ધાના દિકરી દ્વારા કોલ કરવામાં આવેલ હતો કે મારા માજીને મારા ભાઈ અને મારા ભાભી દ્વારા હેરાન કરવામાં આવે છે તેથી માજી ઘરેથી નીકળી ગયા છે અને રસ્તામાં બેઠા છે તેમજ કોઈનું માનતા નથી અને આમતેમ દોડાદોડી કરે છે તેમજ ખૂબ જ રડે છે અને ગભરાયેલી હાલતમાં છે અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.

જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે વૃધ્ધાની મદદ માટે પહોંચ્યા હતા વૃદ્ધાને સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ વૃદ્ધાને સાંત્વના આપવામાં આવી તેમજ ૧૮૧ ટીમ દ્વારા વૃદ્ધા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ વૃદ્ધાનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે વૃદ્ધા તેમના દિકરા અને વહુ અને બાળકો સહિતના પરિવાર સાથે રહે છે વધુમાં વૃદ્ધાએ જણાવેલ કે વૃદ્ધાને ચાર દિકરા અને એક દિકરી એમ પાંચ સંતાનો છે પરંતુ બે દિકરા મૃત્યુ પામ્યા અને બે દિકરા અને વહુ સાથે રહેતા હતા વૃદ્ધાએ જણાવેલ કે દિકરા અને વહુ સાચવતા ના હોવાથી કંટાળીને ઘરેથી નીકળી ગયાં હતાં વૃદ્ધા પાસેથી બધા પૈસા તેમના દિકરા લઈ ગયા હતા અને વારંવાર પૈસા માંગતા હતા વૃદ્ધા પાસે પૈસા ન હતા તેથી ઘરમાં રાખતા ન હતા અને જમવાનું પણ આપતા ન હતા અને વૃદ્ધા સાથે મારઝુડ કરતા હતા અપશબ્દો બોલતા હતા માટે વૃદ્ધા કોઈને પણ જાણ કર્યા વિના કંટાળીને ઘરેથી નીકળી ગયાં હતાં ૧૮૧ ટીમ દ્વારા વૃદ્ધાને આશ્વાસન આપેલ તેમજ ઘરેથી ન નીકળવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ હતી અને ત્યારબાદ વૃદ્ધાની વાત સાંભળી તેમનું સરનામું પુછેલ સરનામું બરોબર લાગતા વૃદ્ધાના ઘરનું સરનામું મેળવી તેમના દિકરાનો સંપર્ક કરી વૃદ્ધાને સહી સલામત તેમના દિકરાના ઘરે સોંપવામાં આવ્યાં હતાં અને તેમના દિકરાનું કાઉન્સિલીગ કરતા જાણવા મળ્યું હતું કે વૃદ્ધા ઘરેથી વારંવાર જાણ બહાર ઘરેથી નીકળી જાય છે.અને તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાના કારણે જેટલી દવાઓ હોય એટલી બધી જ દવા વૃદ્ધા એક સાથે પી જાય છે તેથી વૃદ્ધાને કાંઈ યાદ રહેતું નથી. અને વૃદ્ધાના દિકરા અને વહુને અભયમની ટિમે જણાવેલ હતું કે તેઓ વૃદ્ધાનું ધ્યાન રાખે અને સાર સંભાળ રાખે તો વૃદ્ધા તબિયત સારી થઈ જાય તેમ છે વૃદ્ધા સાથે મારઝુડ કરવી અને અપશબ્દો બોલવાએ કાયદાકીય રીતે ગુનો છે.




Latest News