બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિરાધારોને અયોધ્યા દર્શન કરાવવાનો સંકલ્પ


SHARE











મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિરાધારોને અયોધ્યા દર્શન કરાવવાનો સંકલ્પ

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રામનવમી નિમિતે એક સંકલ્પ લેવામાં આવ્યો છે. અને આ વર્ષ દરમિયાન સમયાંતરે મોરબીના ૫૦૦ નિરાધાર લોકો માટે અયોધ્યામાં રામ ભગવાનના દર્શન માટે નિશુલ્ક લઈ જવામાં આવશે

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ૫૦૦ વર્ષના લાંબા સંઘર્ષ બાદ સનાતન હિન્દૂ ધર્મના પાલનહાર અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામલલ્લા તેમની પાવન જન્મભૂમિ અયોધ્યામાં બિરાજમાન થતા આખા દેશમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. દેશના દરેક લોકોને ભગવાન રામના દર્શન કરવાની અનેરી ઈચ્છા હોય છે ત્યારે ૫૦૦ નિરાધારોની ભગવાન રામની ભક્તિ કરવાની ઈચ્છા મનની મનમાં જ ન રહી જાય તે માટે અયોધ્યામાં શ્રીરામલલ્લાના દર્શન માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તેઓને લઈ જવામાં આવશે તેવો રામનવમીએ સંકલ્પ કરવામાં આવેલ છે અને નિરાધાર લોકોની યાદી તૈયાર કરી તેમને સંપૂર્ણ ફ્રી માં અયોધ્યા દર્શન કરવા લઈ જવામાં આવશે. અને તેના માટે રજિસ્ટ્રેશન સહિતની તારીખો અને પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.






Latest News