હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસને કેમ મારી જાણ કરે છે તેવું કહીને આધેડને બે શખ્સોએ માર માર્યો


SHARE









મોરબીમાં પોલીસને કેમ મારી જાણ કરે છે તેવું કહીને આધેડને બે શખ્સોએ માર માર્યો

મોરબીના રવાપર ઘુલડા રોડ ઉપર રહેતા આધેડને કેમ મારી પોલીસને કેમસજાણ કરે છે તેવું કહીને તે બાબતે આધેડ સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને ત્યારબાદ ઢીકા પાટુનો અને લાતો મારીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ ઓમકાર હાઇટ્સ બ્લોક નંબર 303 માં રહેતા નીપુલભાઈ પ્રવીણભાઈ ઓઝા જાતે બ્રાહ્મણ 52 એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રઘો મેરજા રહે. રવાપર રેસીડેન્સી મોરબી અને નવીનભાઈ રહે મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી રઘો મેરજાએ કેમ મારી પોલીસને જાણ કરે છે તેવું કહીને તે બાબતે ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકા પાટુ અને લાતો વડે માર માર્યો હતો તેમજ આધેડને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પી.વી. ચાવડા ચલાવી રહ્યા છે




Latest News