બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ એક મહિલા સહિત ચાર આરોપી પાસા હેઠળ જેલ હવાલે


SHARE











મોરબી જિલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ એક મહિલા સહિત ચાર આરોપી પાસા હેઠળ જેલ હવાલે

આગામી લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીની સામે પાસા દરખાસ્ત મોકલાવવામાં આવી હતી તેમાંથી પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા પોલીસે એક મહિલા સહિત કુલ મળીને ચાર આરોપીઓને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જીલ્લાની જેલ હવાલે કરેલ છે

લોકસભાની સામાન્ય ચુંટણીને ધ્યાને રાખીને ચુંટણી શાંતિપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં યોજાય અને આદર્શ આચારસહિતાનો અમલ થાય તે હેતુથી મોરબી જીલ્લા એલસીબી તથા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબીશન અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરુધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે તેવામાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલાવી હતી જેમાંથી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યા હતા જેથી કરીને જીલ્લા પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડીને જુદીજુદી જીલ્લા જેલ હવાલે કરેલ છે જેમાં લાલજીભાઇ ઉર્ફે કૌશીકભાઇ જગદીશભાઇ નિમાવત (બાવાજી) ૩૩ રહે. જુના નાગડાવાસને ભાવનગર જેલ હવાલે કરેલ છે, અશ્વિનભાઇ રાધવજીભાઇ રાઠોડ (કોળી) ૨૨ રહે. જુના નાગડાવાસ વાળાને જુનાગઢ જેલ હવાલે કરેલ છે સાગર ઉર્ફે ઠુંઠો રામૈયાભાઇ સવસેટા (આહિર) ૨૮ રહે. વવાણીયા વાળાને જામનગર જેલ હવાલે કરેલ છે અને રેખાબેન લલીતભાઇ વધોરા ૩૫ રહે. વાવડી રોડ મોરબી વાળીને વડોદરા જેલ હવાલે કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ કરવામાં આવી હતી






Latest News