મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા નિશુલ્ક નિદાન-સારવાર કેમ્પનું આયોજન ભુજ ખાતે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના માધ્યમથી સાંસદ પતંગ મહોત્સવ યોજાયો ટંકારા તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૧ જાન્યુઆરીએ યોજાશે મોરબીમાં બાગાયતની યોજનાઓ અંતર્ગત પુર્વ મંજુરી મેળવેલ ખેડૂતોએ ૩૧ મી સુધીમાં ખરીદી-વાવેતરના બીલ સહિતના કાગળો રજૂ કરવાના રહેશે  મોરબીમાં નજીવી વાતમાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિને વૃદ્ધની હત્યા: મહિલા સહિત 5 ને ઇજા મોરબીમાં ટીબીના 125 દર્દીઓને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી વાંકાનેરના કોઠારીયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય હિમાંશુભાઈની બદલી થતા વિદાયમાન અપાયું મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો-સાયબર ક્રાઈમની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીકના મોડપર ગામે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો


SHARE















મોરબી નજીકના મોડપર ગામે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી નજીકના મોડપર મુકામે દર વર્ષે ઇષ્ટ દેવ હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષ પણ હનુમાન જયંતીના દિવસે યજ્ઞનું આયોજન કરાયું હતું  આ વર્ષે યજ્ઞમાં યજમાન પદે યજમાન રમેશચંદ્ર (ભીખાભાઇ) શાંતિલાલ ભટ્ટ, તેજશભાઇ ભટ્ટ અને મોન્ટુભાઈ ભટ્ટ અને તેના પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું હતું  અને યજ્ઞમાં આહુતિ આપી હતી ત્યારે મોરબીની આસપાસના વિસ્તારમાં રહેતા તમામ ભટ્ટ પરીવારના લોકો હાજર રહ્યા હતા અને યજ્ઞ સહિતની ધાર્મિક વિધિ તેજસભાઈ ભટ્ટ સહિતના ભૂદેવો દ્વારા કરાવવામાં આવી હતી તેમજ પ્રવીણભાઈ લાભશંકર ભટ્ટ તરફથી તેમનાં માતા-પિતા સ્વ. વિજ્યાબેન લાભશંકર ભટ્ટ તથા સ્વ. લાભશંકર મહાદેવભાઇ ભટ્ટ ના સ્મર્ણાર્થે મોડપર મંદીર મુકામે પહેલા માળે હોલ બનાવીને મચ્છુકાંઠા મોડપરીયા ભટ્ટ પરિવારને અર્પણ કરવામાં આવેલ છે આ ધાર્મિક કાર્યમાં બળવંતભાઈ એલ. ભટ્ટ, જે.પી. ભટ્ટ, પ્રવીણભાઈ ભટ્ટ, દર્શનભાઈ ભટ્ટ, કપિલભાઈ ભટ્ટ (અમદાવાદ), હિતેષભાઈ બી. ભટ્ટ (મુંબઈ), અનંતરાય ભટ્ટ, રાજુભાઇ ભટ્ટ, હરેશભાઈ ભટ્ટ (પીઆઇ એસઓજી સુરેન્દ્રનગર) દિનેશભાઇ ભટ્ટ, મહેશભાઇ આર. ભટ્ટ, મનીષભાઈ પી. ભટ્ટ, (પાલિતાણા), જિજ્ઞેશભાઈ ભટ્ટ (સાંજ સમાચાર, મોરબી) અને હિમાંશુભાઈ ભટ્ટ (પત્રકાર) સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News