બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી: ભાઈ સાથે ફોનમાં બોલાચાલી થતાં લાગી આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE











મોરબી: ભાઈ સાથે ફોનમાં બોલાચાલી થતાં લાગી આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાન તેના ભાઈ સાથે ફોન ઉપર વાત કરતો હતો ત્યારે બોલાચાલી થઈ હતી જે બાબતે તેને લાગી આવ્યું હતું અને યુવાને પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નીચે માંડલ ગામ પાસે આવેલ સીમપેરા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ઉમેશ રામપાલસિંહ ઉર્ફે આપજી યાદવ (૪૨) નામનો યુવાન ગઈકાલે તેના ભાઈ સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો અને ફોન ઉપર વાત કરતા સમયે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી જે બાબતે તેને લાગી આવતા તેને લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

હળવદમાં આવેલ જંગરીવાસના નાકા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી તેની પાસેથી ૧૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને આરોપી તોફિકભાઈ ગુલામહુસેનભાઇ ભટ્ટી (૩૩) રહે. જંગરીવાસ હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે

બાઇક સ્લીપ

મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ એસ.કે. એન્જિનિયરિંગ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ સોરવી સૌરભ ગુપ્તા (૩૦) નામનો યુવાન મોરબીના ટિંબડી ગામના પાટીયા નજીકથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને તે યુવાનને ઇજાઓ થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એલ. બારૈયા દ્વારા કરવામાં આવેલ છે






Latest News