મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીથી મિત્રો સાથે રાજકોટ બહેનના ઘરે જઇ રહેલા બે સગા ભાઈના અકસ્માતમાં મોત: ગુનો નોંધાયો


SHARE





મોરબીથી મિત્રો સાથે રાજકોટ બહેનના ઘરે જઇ રહેલા બે સગા ભાઈના અકસ્માતમાં મોત: ગુનો નોંધાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ તેના મિત્રોની સાથે કાર લઈને રાજકોટમાં રહેતા તેના બહેનના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જવાના રોડ ઉપર તેઓની કાર ગોળાઈમાં પલ્ટી મારી ગઈ હતી જેથી કરીને કારમાં બેઠેલા ચાર પૈકીનાં બે સગા ભાઈના મોત નિપજ્યાં હતા અને બે મિત્રોને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર ૩૧૨ ગુજરાત હાઉસીંગ બોર્ડ નારી રોડ કુંભારવાડાના રહેવાસી અને હાલમાં મોરબી વિશીપરા વિસ્તારમાં આવેલ દશામાના ચોક પાસે સોહેબભાઇ હૈદરભાઇ જેડા જાતે મિયાણા (૩૪) અને તેનો ભાઈ અલ્તાફભાઈ હૈદરભાઈ જેડા મોરબીથી રાજકોટ રહેતા તેમના બહેનના ઘરે જઈ રહ્યા હતા અને પરા પીપળીયા પાસે આવેલ દરગાહે તેઓને જવું હતું જેથી તેઓ નેકનામ પડધરી રોડ ઉપરથી ગયા હતા ત્યારે રસ્તામાં નેકનામ ગામેથી પડધરી તરફ જવાના રસ્તા ઉપરથી સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૩ એનએફ ૬૬૪૨ પસાર થઈ રહી હતી ત્યારે સોહેબભાઇ હૈદરભાઇ જેડાએ ગાડીના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને કાર રોડની સાઈડમાં નીચે પલ્ટી મારી ગઈ હતી અને અકસ્માત થયો હતો જે બનાવમાં આરોપી સોહેબભાઇ અને તેના ભાઈ અલ્તાફભાઈનું મોત નીપજયું હતું જો કે, સાહિલભાઈ ઈલિયાસભાઈ કટીયા તથા સંજય અવચરભાઈ ઝીંઝુવાડીયા જાતે કોળી (૨૧)ને ઈજા થઈ હતી જેથી તેને હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં ટંકારા તાલુકા પોલીસે સંજય અવચરભાઈ ઝીંઝુવાડીયાની ફરિયાદ લઈને મૃતક સોહેબભાઇ હૈદરભાઇ જેડા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામ ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજુભાઈ દેવીપુજક અને ભાવેશ દેવીપુજક રહે. બંને નેકનામ તાલુકો ટંકારા વાળાને ઇજાઓ થઇ હતી જેથી કરીને ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરીને આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

બાળકી સારવારમાં

મોરબીના સિપાઈવાસમાં રહેતા ઝાકીરભાઇ સોલંકીની છ વર્ષની દીકરી બુસરાબેન પોતાના ઘરે બાથરૂમમાં ન્હાતી હતી ત્યારે કોઈ કારણસર તે પાણીમાં ડૂબી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News