બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને સોનાના દાગીના પડાવી લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી !: ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ


SHARE











મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને સોનાના દાગીના પડાવી લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી !: ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ

મોરબી જિલ્લામાં અગાઉ વ્યાજખોરના દૂષણને ડામવા માટે યોજાયેલા લોક દરબારમાં એસપીએ વ્યાજખોરોને "કા તો ધંધો છોડી દો અને કા તો ગામ છોડી દો" આવી ખુલ્લી ચેતવણી આપી હતી તેમ છતાં પણ વ્યાજખોરીનું દૂષણ આજની તારીખે પણ મોરબી શહેર અને જિલ્લામાં જોવા મળી રહ્યું છે અને વ્યાજખોરો દ્વારા વ્યાજ અને વધારાના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાના કારણે ઘણી વખત અણધાર્યા બનાવો બને તેવું પણ અગાઉ સામે આવી ચૂક્યું છે તેવામાં મોરબીના યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા બાદ તેની પાસેથી સોનાના દાગીના પડાવી લીધા હતા અને ચેકબુક તથા લખાણ કરાવી લીધું હતું અને વધુ રૂપિયા પડાવવા માટે થઈને તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને યુવાન ઘર છોડીને ચાલ્યો ગયો હતો જોકે તે યુવાન ગોવાથી હેમખેમ મળી આવેલ હતો અને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વ્યાજખોરોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મિલેનિયમ હાઈટ્સ બ્લોક નંબર ૩૦૧ માં રહેતા ઉત્તમભાઈ શૈલેષભાઈ દેથરીયા જાતે પટેલ (૨૩) એ હાલમાં મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ જશુભાઈ રબારી રહે. જોધપર નદી, કિશનભાઇ મહેશભાઈ અજાણા રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ મોરબી અને નયન ઉર્ફે નાનુ રબારી રહે શકત શનાળા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને ત્યારબાદ આરોપીઓ ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક રૂપિયાની ઉઘરાણી કરતા હતા અને રણજીતભાઈએ તેની પાસેથી સોનાનો સેટ તેમજ કિશનભાઇએ ફરિયાદી પાસેથી બળજબરી પૂર્વક સોનાની ઘડિયાળ, સોનાની ડાયમંડ વાળી બે વીંટી અને એક સોનાનો બ્રેસલેટ પડાવી લીધો હતો અને રાજકોટ નાગરિક બેંકની ચેકબુક તેમજ લખાણ લખાવી લીધું હતું અને આરોપીઓ દ્વારા તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે અવારનવાર પઠાણી ઉઘરાણી કરીને તેને ગાળો આપવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને ફરિયાદી યુવાન ઘર છોડીને ચાલ્યો ગયો હોય જેથી પરિવારજનો તેને શોધતા હતા અને તેના પિતાએ મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ પણ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી અને તેવામાં ફરિયાદી યુવાન ગોવા હોવાની માહિતી મળી હતી જેથી પરિવારજનો ત્યાં ગયા હતા અને ત્યાંથી યુવાન હેમખેમ મળી આવતા પરિવારજનો દ્વારા તે અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે આઇપીસી કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને મનીલેન્ડર્સ એક્ટ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News