બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સોરીસો ચોકડીએ અજાણ્યા વાહને હડફેટે લેતા ઇજા પામેલા રાહદારી યુવાનનું મોત


SHARE











મોરબીના લખધીરપુર રોડે સોરીસો ચોકડીએ અજાણ્યા વાહને હડફેટે લેતા ઇજા પામેલા રાહદારી યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી પાસેથી પગપાળા જઈ રહેલા યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થવાથી પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કોઝિયા કંપની ખાતે રહેતો અને મજૂરી કામ કરતો અમન ચંદુભાઈ ભાણ (૨૦) નામનો યુવાન સોરીસો ચોકડી પાસેથી વહેલી સવારે ચાલીને પગપાળા જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અમનને ઇજાઓ થઇ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સીમાં રહેતા વિજય આપાભાઈ ગરચર (૩૦) નામના યુવાનને તેના વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News