બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

નવતર પ્રયોગ: મોરબીમાં ચુંટણીના મહાપર્વ માટે મતદારોને કંકોત્રી !


SHARE











નવતર પ્રયોગ: મોરબીમાં ચુંટણીના મહાપર્વ માટે મતદારોને કંકોત્રી !

ભારત ચૂંટણી પંચ દ્વારા આગામી તારીખ ૦૭-૦૫-૨૦૨૪ ને મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે મોરબી જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા પ્રયાસ ચૂંટણી અધિકારીશ્રી અને ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. લોકો વધુ મતદાન કરે તે માટે કંકોત્રી બનાવવામાં આવી છે. જેમાં મતદારોને  કંકોત્રીનાં માધ્યમથી  મતદાન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જેમાં તા. ૬-૦૫-૨૦૨૪ ના રોજ યોજવામાં આવ્યા છે. જેમાં  ડિસ્પેચીંગ સેન્ટરથી પ્રસ્થાન કરી  મતદાન મથકે પોલિંગ પાર્ટીનું આગમન તેમજ બુથ પર જ રાત્રી વિશ્રામ કરી  વહેલી સવારે ૬ કલાકે પોલિંગ એજન્ટની હાજરીમાં મોકપોલ યોજવામા આવશે. આ કંકોત્રીમાં આપ, આપના સગા સંબંધી, મિત્રો આડોશી પાડોશી સહ કર્મચારીઓ સહિત વહેલા વહેલા પધારી, ૧૦૦ ટકા મતદાન કરી - કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ના અવસરમાં પધારવા આમંત્રણ પાઠવવામા આવ્યું છે. અને મતદાન મુહૂર્ત માટેનો સમય સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં  આવ્યો છે . દર્શનાભિલાષી તરીકે પ્રિસાઈડીંગ ઓફિસર , મહિલા પોલીંગ ઓફિસર, આસીસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફીસર, મહિલા પોલીંગ ઓફિસર, બુથ ફરજ પરના સેવક, પોલીંગ ઓફિસર બુથ પરના સુરક્ષા કર્મચારી વગેરેનો ઉલ્લેખ કરાયો છે.






Latest News