મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: વીસેરા લેવાયા


SHARE







વાંકાનેરના માટેલ રોડે કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: વીસેરા લેવાયા

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પરિવારજન દ્વારા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લેવામાં આવેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સ્ટાઇલીન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સોનુકુમારસિંહ બ્રજમોહનસિંહ જાતે રાજપૂત (૩૪) નામના યુવાનનો  માટેલ રોડ ઉપર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખુલ્લા પટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને કારણોસર તેનું મોત નીપજયું હતું જેથી કરીને રાકેશકુમાર બબનસિંહ રાજપૂત (૨૫) રહે. લાઇકોસ સેનેટરી કારખાનામાં ઘુટું મૂળ રહે બિહાર વાળો વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને તેના દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે અને વધુમાં તેમની પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

બાઈક સ્લીપ

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા હસીનાબેન અલીભાઈ સુમરા (૫૫) નામના આધેડ મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ જવાના કારણે હસીનાબેન રસ્તા ઉપર નીચે પડતા તેઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News