મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાંથી એક-એક બાઈકની ચોરી


SHARE











મોરબી શહેર-તાલુકામાંથી એક-એક બાઈકની ચોરી

મોરબી શહેરમાં આવેલ સાવસર પ્લોટ વિસ્તારમાંથી તેમજ ફડસર અને ઝીંઝુડા ગામ પાસે ખેતરના રસ્તા ઉપરથી જુદા જુદા બે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા સ્થાનિક પોલીસ મથકોમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે બાઇક ચોરીના જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સવાસર પ્લોટ શેરી નંબર-૩ માં ડો. અનિલભાઈ પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા જીલભાઈ પંકજભાઈ ચંડીભમર જાતે લોહાણા (૨૨) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ભોગ બનેલા યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૩ જેએન ૦૩૩૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે આવી જ રીતે જોડિયા તાલુકાના જામ દુધઈ ગામે રહેતા નિકસનભાઈ લક્ષ્મણભાઈ માખેલા જાતે બોરીચા (૨૮) નામના યુવાને ફડસરથી ઝીંઝુડા વચ્ચે આવેલ ખેતરના રોડ ઉપર જવાના રસ્તે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ કે ૦૭૨૧ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ૧૮,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News