મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

અમદાવાદથી ટ્રેનમાં મોરબી આવેલ બીએસએફના જવાનના થેલામાંથી એટીએમ-મોબાઇલ કાઢી લીધા: ૧,૩૧,૫૦૦ ના મુદામાલની ચોરી


SHARE











અમદાવાદથી ટ્રેનમાં મોરબી આવેલ બીએસએફના જવાનના થેલામાંથી એટીએમ-મોબાઇલ કાઢી લીધા: ૧,૩૧,૫૦૦ ના મુદામાલની ચોરી

મહેસાણા જિલ્લાના અંબાસણા ખાતે બીએસએફ કેમ્પમાં રહેતા જવાનને ચૂંટણી ફરજ માટે મોરબી જિલ્લામાં મુકાયેલ હોય તે અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશને ટ્રેનની રાહ જોઈને બેઠેલ હતો તેવામાં કાળુપુર રેલવે સ્ટેશન ખાતે તે વોશરૂમ માટે ગયો હતો અને ત્યારે તેના થેલામાંથી મોબાઇલ ફોન અને એટીએમ કાર્ડની ચોરી કરવામાં આવી હતી અને એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને જુદા જુદા બેંક એકાઉન્ટમાં ૧,૨૬,૫૦૦ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આમ કુલ મળીને ૧,૩૧,૫૦૦ ની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા કર્મચારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જીરો નંબરથી ગુનો નોંધીને આ અંગેની જાણ અમદાવાદ પોલીસને કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરાખંડના રહેવાસી અને હાલમાં મહેસાણા જિલ્લાના અંબાસણા ખાતે બીએસએફ કેમ્પમાં રહેતા મોહનપ્રસાદ વલ્લભપ્રસાદ ખંડુરી જાતે બ્રાહ્મણ (૫૬) નામના કર્મચારીને ચૂંટણી ફરજ માટે મોરબી જિલ્લામાં મુકાયા હોય અમદાવાદ થઈને તેઓ મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ટ્રેનની રાહ જોઈને બેઠા હતા દરમિયાન વોશરૂમ જતા પાછળથી તેના થેલામાંથી કોઈએ રેડમી કંપનીનો મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ૫૦૦૦ તથા એસબીઆઈનું એટીએમ કાર્ડ ચોરી કરી લીધું હતું અને તે એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને જુદા જુદા બેંક એકાઉન્ટમાં ૧,૨૬,૫૦૦ ની રકમ ટ્રાન્સફર કરી દીધેલ છે આમ કુલ મળીને ૧,૩૧,૫૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી થઇ હોવાથી ભોગ બનેલા મોહનપ્રસાદ ખંડુરીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા હાલમાં પોલીસે ચોરીનો ગુનો નોંધી આ બનાવ અમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની તજવીજ હાથ ધરી છે

બાઈલ સ્લીપ
મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા ભગીરથસિંહ સુરુભા ઝાલા (૩૮) નામનો યુવાન બાઇક લઈને પંચાસર ગામમાં આવેલ રાજપૂત સમાજની વાડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે






Latest News