મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં કુદરતી હાજતે ગયેલ બે સગીરાના અપહરણના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં કુદરતી હાજતે ગયેલ બે સગીરાના અપહરણના ગુનામાં એક આરોપીની ધરપકડ

મોરબીમાં અપહરણની વિચિત્ર ઘટના થોડા સમય પહેલા બની હતી જેમાં બે સગી બહેનો કુદરતી હાજતે ગયેલ હતી અને ત્યાર બાદ બંને સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના અપહરણની ઘટનાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સગીરાના પિતાએ ફરિયાદ નોંધવેલ હતી જેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને તે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીરા વયની દીકરીઓના અપહરણ કરવામાં આવ્યા હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેમાં સગીરાના પિતાએ જણાવ્યુ છે કેગત તા. ૧૩ ના રોજ સાંજે તે ઘરે આવ્યા ત્યારે તેની પત્નીએ તેને કહ્યું હતું કેબપોરે ત્રણેક વાગ્યે તેની ૧૪ નાની દીકરી અને તેની સાથે લગ્ન કરાવી દીધેલ મોટી દીકરી ઘર પાસે આવેલ ખેતરમાં કુદરતી હાજતે ગઈ હતી અને બાદમાં પછી ઘરે આવી નથી જેથી તેને શોધવા છતાં તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ ન હતો અને ત્યાર બાદ સગીરાના પિતાએ બંને દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને રાઇટર કિશોરભાઇ મકવાણા દ્વારા એક આરોપી દિપક બાલુભાઈ વર્મા (૨૧) રહે. નવાગામ રોડ સ્પેનિયા ટાઇલ્સ મોરબી મૂળ રહે. એમપી વાળાની ધરપકડ કરેલ છે અને બંને દીકરીઓને હાલમાં તેના વાલીને સોપી દેવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જે બે દીકરીઓના અપહરણ કરવાં આવ્યું હતું તેમાં મોટી દીકરીના લગ્ન કરવામાં આવ્યા છે જો કે, તે પણ સગીરા હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને હાલમાં પકડાયેલ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News