મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાંથી ચોરાઉ બાઈક સાથે રીઢા ચોરની ધરપકડ


SHARE











મોરબીના લાતી પ્લોટમાંથી ચોરાઉ બાઈક સાથે રીઢા ચોરની ધરપકડ

મોરબી શહેરમાં આવેલ સાવસર પ્લોટ વિસ્તારમાં બાઇક પાર્ક કર્યું હતું તેની ચોરી કરવામાં આવી હતી જે ચોરાઉ બાઈકની સાથે પોલીસે હાલમાં રીઢા ચોરની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સવાસર પ્લોટ શેરી નંબર-૩ માં ડો. અનિલભાઈ પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા જીલભાઈ પંકજભાઈ ચંડીભમર જાતે લોહાણા (૨૨) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ભોગ બનેલા યુવાને ફરિયાદમાં જણાવ્યુ હતું કે, પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૩ જેએન ૦૩૩૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે દરમ્યાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના રાજદીપસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા અને સિદ્ધરાજસિંહને બાતમી મળી હતી કે ચોરીમાં ગયેલ બાઇક લાતી પ્લોટ શેરી નંબર ૨ માં છે જેથી ત્યાં ચેક કરતાં ચોરાઉ બાઈકની સાથે આરોપી અબ્બાસભાઈ અલ્લારખાભાઈ દલવાણી રહે. લાલપર લિબાળા ધાર વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને ચોરાઉ બાઇકને કબજે કરવામાં આવેલ છે આ શખ્સની સામે રાજકોટના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ચોરીના ચાર ગુના નોંધાયેલ છે






Latest News