મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં કાલિદ્રી નદીના કાંઠે જુગાર રમતા બે જુગારી ૧૪,૭૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબીમાં કાલિદ્રી નદીના કાંઠે જુગાર રમતા બે જુગારી ૧૪,૭૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હોસ્પિટલ સામે નદીના કાંઠે જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૪,૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને બંને આરોપીઓની ધરપકડ કરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શિવમ હોસ્પિટલની સામે કાલિદ્રી નદીના કાંઠે જુગાર રમતા હોવાની મોરબી બી ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બીપીનભાઈ હિંમતલાલ મહેતા જાતે બ્રાહ્મણ (૫૩) રહે. હરિઓમ પાર્ક ઘુટુ રોડ સી-૪૦ મોરબી અને મેપતભાઈ નવુભા વાઘેલા જાતે દરબાર (૩૭) રહે. નવલખી રોડ કુબેરનગર અશોક પાર્ક મોરબી વાળા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી ૧૪,૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ. કોલેજ નજીક ઝૂંપડામાં રહેતા રૂચીબેન વિનોદભાઈ બડોદ (૨૦) બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ ખાટકીવાસ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરું આવ્યું હતું જેથી કરીને બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જેમાં રૂચીબેનને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News