ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

હળવદના કવાડીયા પાસે ટ્રેક્ટરને હડફેટે લેનારા એસટી બસના ચાલકની ધરપકડ


SHARE













હળવદના કવાડીયા પાસે ટ્રેક્ટરને હડફેટે લેનારા એસટી બસના ચાલકની ધરપકડ

હળવદ નજીકના કવાડીયા ગામથી હળવદ તરફ જવાના રસ્તા ઉપરથી ટ્રેક્ટર લઈને પસાર થતા યુવાનના ટ્રેકટરને એસટી બસના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને ટ્રેક્ટરમાં નુકસાન થયું હતું અને યુવાનને પણ ઇજા થઇ હતી જેથી કરીને તેને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એસટી બસના ચાલકની સામે ફરિયાદ નોંધી આરોપીને પકડી આગળની કાર્યવાહી કરેલ છે.

હાલમાં જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ શહેરના આનંદ પાર્ક-૨ માં રહેતા બ્રિજેશભાઈ ખીમજીભાઈ ચાડમીયા જાતે પટેલ (ઉમર ૪૪) પોતાનું ટ્રેક્ટર નંબર જીજે ૧૩ ઈઇ ૫૭૮૩ લઈને કાવડિયા ગામ થી હળવદ તરફ આવી રહ્યા હતા ત્યારે તેઓના ટ્રેકટરને એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૩૧૮૮ ના ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને ટ્રેક્ટરમાં નુકસાન અને ટ્રેક્ટરની સાથે જોડેલી ટ્રૉલી નંબર જીજે ૧૩ આએમ ૫૩૪ પલટી ખાઈ ગઈ હતી જેથી ટ્રેક્ટર અને ટ્રૉલીમાં નુકસાન કર્યું હતું અને બ્રિજેશભાઈને ઈજાઓ થઈ હતી માટે તેઓને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ બ્રિજેશભાઈએ ફરિયાદ નોંધાવતા એસટી બસના ચાલક રમણભાઈ નાનજી ભાઈ ડામોર (૪૨)ની સામે પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે


જુગાર
માટેલ રોડ ઉપર આવેલ અમરધામ પાસે જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૬૭૦ રૂપિયાની રોકડ તેની પાસેથી કબજે કરીને હાલમાં સુરેશ સાદુરભાઇ વિંજવાડીયા અને સુખદેવ માલાભાઇ ડાભી નામના માટેલ ગામે રહેતા બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂનો આથો
માળીયા મીયાણા દોષમામદપીરની દરગાહની બાજુમાં નદીના કાંઠે દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો ૨૦૦ લીટર દેશીદારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો જેથી કરીને ચારસો રૂપિયાની કિંમતના આથો કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી હાજર હોય મહમદભાઈ રહીમભાઈ જામ જાતે મિયાણા (ઉંમર વર્ષ ૩૦) રહે કોબા વાંઢ વિસ્તાર વાળાને પકડવામાં આવેલ છે

અકસ્માત
હળવદ ધાંગધ્રા રોડ ઉપર જોગણી માતાજીના મંદિર પાસે સવિતાબેન સોનાભાઇ ડાભી (ઉમર ૬૮) બેઠા હતા ત્યારે કાર નંબર જીજે ૩૪ એચ ૦૦૩૭ ના ચાલકે રોડની સાઈડમાં આવીને ફરિયાદીના પગ ઉપર ડ્રાઇવર સાઇડનું વ્હીલ ચડાવી દીધું હતું જેથી કરીને વૃધ્ધાને પગમાં ઈજા થઇ હતી માટે તેઓને સારવાર માટે આવ્યા હતા અને વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News