હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબી : સમલી ગામનો બનાવ છાતીમાં દુખાવો ઉપડયા બાદ સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE











મોરબી : સમલી ગામનો બનાવ છાતીમાં દુખાવો ઉપડયા બાદ સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા સમલી ગામે રહેતા યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને બાદમાં બેભાન હાલતમાં મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાં તેનું મોત નીપજત્તા ડેડબોડીને પીએમ માટે અહિંની સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યુ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હળવદના સમલી ગામે રહેતા ભરતભાઈ રાઘવજીભાઈ પટેલ નામના ૪૮ વર્ષના યુવાનને તા.૧૩ ના સાંજના છએક વાગ્યાના સમયે છાતીમાં દુખાવો થયો હોય બેભાન હાલતમાં તેઓને મોરબી લાવવામાં આવ્યા હતા.મોરબીના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈ જવાતા ત્યાં તેમનું મોત થયુ હતું અને બાદમાં ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.હોસ્પિટલ ખાતેથી પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી હતી.

ઉંચી માંડલ પાસે મારામારી

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા મુજબ હળવદ રોડ ઉપર આવેલા ઉંચી માંડલ ગામ પાસે એક્સવેર સીરામીક નામના યુનિટમાં મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં સર્વેશભાઈ કૃષ્ણકુમાર મહાકુલ (ઉમર ૪૨) ને ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

ગાળા પાસે વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બનતા ઇજા પામેલ મહિલાને સારવારમાં ખસેડાયા હતા.મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા જેતુનબેન મહમદભાઈ નોતીયાર નામના ૪૫ વર્ષીય મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલએ ખસેડાયા હતા.ગત તા.૧૨ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ગાળા ગામના પાટીયા પાસે બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા જેતુનબેન નોતીયારને સારવારમાં ખસેડાયા હતા.હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ બનાવ અંગે નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના શાક માર્કેટ પાછળ આવેલા સિપાઇવાસ વિસ્તારમાં રહેતા કાસમભાઈ કરીમભાઈ નામના ૬૫ વર્ષના વૃદ્ધ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ચકિયા હનુમાન મંદિર પાસેથી જતા હતા ત્યારે ત્યાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.






Latest News